અમદાવાદઃ પુલવામામાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IBના એલર્ટ બાદ સુરક્ષાના ભાગરૂપે ચેકિંગ શરૂ કરાયું છે. જેમાં રાજ્યભરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તપાસ શરૂ કરાઇ છે. તેમજ પોલીસ, ડૉગ સ્ક્વોર્ડ, બોમ્બ સ્ક્વોર્ડ દ્ગારા તપાસ થઇ રહી છે. રેલવે સ્ટેશન, મોલ મલ્ટીપ્લેક્સ સહિત તમામ સ્થળોએ ચેકિંગ તથા પોલીસ દ્ગારા વાહનો રોકીને તપાસ હાથ ઘરાઇ છે.
પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશના તમામ સરહદ સાથે જોડાયેલા રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IB ના એલર્ટ બાદ સુરક્ષાના ભાગરુપે ચેકિંગ શરુ કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે તમામ જગ્યાએ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ, ડોગ સ્ક્વોર્ડ, અને બોમ્બ સ્કવોર્ડ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે.
રાજ્યમાં તમામ જગ્યાએ અત્યારે જાહેર સ્થળો જેવાકે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, મોલ તેમજ મલ્ટીપ્લેક્ષ સહિતની તમામ જગ્યાઓ પર દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને પોલીસ દ્વારા વાહનો રોકીને તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાતના તમામ મુખ્યમાર્ગો પર નાકાબંધી કરીને વાહનોની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત એરપોર્ટ, એસટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશનો, પવિત્ર યાત્રાધામો અને દરિયાઇ માર્ગો પર પણ સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે. રાજ્યભરનાં તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે.
પુલવામાની ઘટના બાદ ગુજરાત પ્રદેશ ભાજપનાં આજના તમામ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યાં છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગુજરાત ભાજપનાં તમામ કાર્યક્રમ રદ કર્યા છે જેમાં 5 લોકસભા બેઠકના 2 ક્લસ્ટર સંમેલન પણ રદ કરવામાં આવ્યાં છે. જીતુ વાઘાણીએ શહિદ જવાનો પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરી છે.