અમદાવાદઃ “ગુજરાતમાં ચાર-ચાર બંગડી વાળી ગાડી” ગીતથી માત્ર ગુજરાત જ નહી પરંતુ વિશ્વભરમાં ખ્યાતનામ બનેલી કિંજલ દવે ભાજપમાં જોડાઈ હતી તે સમાચાર સુરખીઓમાં છે ત્યાં આજે ગુજરાતના કલાજગતમાં મોટું નામ ધરાવતાં ઐશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા સહિત 14 કલાકારોએ ભાજપનું કમળ ઝાલવાના કેસરીયાં કરી લીધાં છે. ત્યારે વધુ કેટલાક કલાકારોએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે. ત્યારે ગુજરાતની ગરબા ક્વિન ગણાતી સીંગર ઐશ્વર્યા મજમુદાર અને અરવિંદ વેગડા તેમજ કલાકાર સૌરભ રાજ્યગુરુ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે.
મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા 13 ઓગસ્ટ સુધી રાષ્ટ્રીય સ્તરે સદસ્યાતા ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝૂંબેશ અંતર્ગત જુદા જુદા ક્ષેત્રના લોકોને પાર્ટીમાં જોડવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતના સંગીત ક્ષેત્રે જોડાયેલા કલાકારો ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ગઈકાલે કિંજલ દવે બાદ હવે સિંગર અને ગરબા ક્વિન ઐશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા, સૌરભ રાજ્યગુરૂ, સહિત ભાજપમાં જોડાયા છે.આ સાથે જ ગુજરાતના કેટલાક અન્ય કલાકારો જેવાકે પ્રાંજલ ભટ્ટ, પૂજા પ્રજાપતિ, કુણાલ ભટ્ટ, સોફિયા કચેરીયા, પ્રતીક ત્રિવેદી, પાર્થ ઠક્કર, પિંકી દોશી, ડો, નેહલ સાધુ, પિંકી સાધુ સહિતના કલાકારો પણ ભાજપમાં જોડાયા છે. આ તમામ કલાકારોનું સન્માન રાજપથ ક્લબ સામે આવેલા અમદાવાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું.