અમદાવાદઃ પશ્ચિમ રેલવેના મહત્વપૂર્ણ એવા અમદાવાદ ડિવિઝને આ વર્ષે માલ લોડિંગ ક્ષેત્રમાં તેનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરતાં રેકોર્ડ સ્થાપ્યો. ડિવિઝન રેલ પ્રબંધક દિનેશકુમારે આ માહિતી આપતાં જણાવ્યું કે ડિવિઝન દ્વારા આ વર્ષે પ્રતિદિન સરેરાશ 1836.41 વેગનોનું લોડિંગ કરવામાં આવ્યું તથા પાછલા વર્ષની સરખામણીમાં 9.658 ટકાની નોંધનીય વૃદ્ધિ નોંધાવી. ડિવિઝન પર આ વર્ષે 34MMT માલ લોડિંગ કરવામાં આવ્યું. જે ગત નાણાંકીય વર્ષના 31.168MMTની સરખામણે 9.08 ટકા વધુ છે.
કુમારે જણાવ્યું કે ડિવિઝને તેની આવકના ક્ષેત્રમાં રેકોર્ડ બનાવતાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરેલ છે. આ વર્ષે ડિવિઝનની માલ આવક 4750 કરોડ રૂપિયા રહી જે પાછલા વિત્તિય વર્ષના 4316 કરોડની સરખામણીએ 10.05 ટકા વધુ છે. કંટેનર લોડિંગના ક્ષેત્રમાં પણ અમદાવાદ ડિવિઝન દ્વારા 973.06 વેગન પ્રતિદિન પ્રમાણે 1.181 મીલિયન ટન લોડિંગ કર્યુ જે ગત વર્ષના 1.108 મીલિયન ટનથી વધુ છે.
અમદાવાદ ડિવિઝન દ્વારા માર્ચ 2019માં સર્વશ્રેષ્ઠ માલલોડિંગનો રેકોર્ડ સ્થપિત કરતાં 2057 વેગન પ્રતિદિનની સરેરાશથી ગત વર્ષની સરખામણીએ 32.5 ટકા વુદ્ધિ નોંધાઈ છે.આમાં પેટ્રોલિયમ પદાર્થોના માલલોડિંગમાં40.67 ટકાની વૃદ્ધિ તથા ફર્ટિલાઈઝર ક્ષેત્રે 11.09 ટકાનો વધારો નોંધાયો છે જે લક્ષ્ય કરતાં પણ વધુ છે.
તેમના અનુસાર કોલસા માલલોડિંગમાં ડિવિઝને 3.62 ટકા,કંટેનર માલલોડિંગમાં 12.83 ટકા તથા અન્ય કોમોડિટીના માલલોડિંગમાં 5.25 ટકાના વૃદ્ધિ નોંધાઈ છે.ઓટોમોબાઈલ માલલોડિંગમાં ડિવિઝને 324 ટકાનીવૃદ્ધિ નોંધાવતાં ગત વર્ષના 581 વેગનોની સરખામણીએ 2464 વેગનોનું આ વર્ષે લોડિંગ કરવામાં આવ્યું જે દેત્રોજસ્ટેશનને ઓટોમોબાઈલ માલલોડિંગ માટે ખોલવાને કારણે શક્ય બન્યું છે.સાથે એલપીજી માલલોડિંગમાં ડિવિઝને આ વર્ષેં352 ટકાનો વધારો નોંધેલ છે.
લાંગ-હાલ ટ્રેનોના સંચાલનમાં ડિવિઝને 135 ટકાનો આ વર્ષે વધારો કરતાં ગત વર્ષની 429 ટ્રેનોની સરખામણીએ 1009 લાંગ-હાલ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું જેમાં 847 ટ્રેનોને એક એન્જિનથી દોડાવાઈ. જેનાથી 847 પાથબચાવવામાં આવ્યાં તથા 213 ટકા ક્રૂ ની બચત કરાઈ.
ડિવિઝને સમયપાલનતામાં પણ ગત વર્ષના 88 ટકાનીસરખામણીએ આ વર્ષે 90.33 ટકા સમયપાલનતા નોંધાઈ તથા એ મહત્વપૂર્ણ બની જાય છે કે જ્યારે ડિવિઝન પરઆ વર્ષે રેલવે ઈલેક્ટ્રિફિકેશન,ડબલીંગ,ગેજ પરિવર્તન,નવી લાઈનો તથા મેન્ટેનન્સ માટે 2184 કલાકનો બ્લોકઆપવામાં આવ્યો.સ્ક્રેપ ઓક્શનમાં પણ ડિવિઝન દ્વારા 18105MT સ્ક્રેપ વેચવામાં આવ્યો તથા 81 કરોડરૂપિયાની નોંધપાત્ર આવક નોંધાઈ તેમજ ભૂમિ અને અન્ય સ્ત્રોતોંથી રૂ.100.20 કરોડની આવક રહી છે.
વર્ષ 2018-19 દરમિયાન ડિવિઝનથી ત્રણ નવી ટ્રેનો ગાંધીધામ-તિરુનેલવેલી હમસફર એક્સપ્રેસ, ઇન્દોર-ગાંધીધામ તથા ગાંધીનગર-ભાવનગર ઇન્ટરસિટી એક્સપ્રેસનો પ્રારંભ થયો તેમજ સર્વોદય એક્સપ્રેસને ગાંધીધામ સુધી વિસ્તારિત કરવામાં આવ્યો. અમદાવાદ સ્ટેશન પર એક નવા એસ્કેલેટરની પણ શરૂઆત કરવામાં આવી તથા ડિવિઝન ખાતે સ્થાનિક માગણીને અનુરૂપ સ્ટોપેજ પણ આપવામાં આવ્યાં હતાં.