કોરોનાના દર્દીનું ઘર બતાવશે ગુગલ

અમદાવાદ: કોરોના મહામારી સામે લડવા દરેક સ્તરે પ્રયત્નો હાથ ધરાય રહ્યા છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 179 પર પંહોચી ગઈ છે. જેમા સૌથી વધુ અમદાવાદમાં 83 કેસ છે. ત્યારે લોકોને કોરોના સંક્રમિત વિસ્તારો અને દર્દીઓના રહેણાંકોથી દૂર રાખવા માટે ગુગલ મેપમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યા છે.

અમદાવામાં કોરોના સંક્રમિત લોકોના વિસ્તારોને વિસ્તારોને માસ્ક પહેરેલ ઈમોજી દ્વારા ખાસ ચિન્હિત કરવામાં આવ્યા છે. માસ્ક પહેરેલ ઇમોજી પર ક્લિક કરતા કોરોનાના દર્દીનું નામ, સોસાયટી, ઉંમર સહિતની વિગત પણ જાણી શકાય છે. દરેક પોઝિટિવ કેસોને એક સિરીયલ નંબર પણ આપવામાં આવ્યો છે.

અહીં આપેલી લિન્ક પર ક્લિક કરીને તમે પણ જાણી શકો છો….

https://bit.ly/2Rmku7I

ગુગલ મેપ દ્વારા હાલ અમદાવાદ શહેરમાં આવા વિસ્તારો દર્શાવવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમિતોની યાદી જાહેર કરાઇ છે જેના આધારે ગુગલ મેપ પર આ દર્દીઓના વિસ્તાર અને સોસાયટી પર ખાસ માર્કિંગ કરવામાં આવ્યું છે.

તમે આ મેપના આધારે પોતાને આ વિસ્તારમાં કે સોસાયટીમાં જવાથી રોકી શકો અને કોરોનાને ફેલાતો અટકાવી શકો છો. મહત્વનું છે કે, નવા પોઝિટિવ કેસો શહેરના કોટ વિસ્તારમાથી સામે આવતાં કોટ વિસ્તારમાં આવતા તમામ દરવાજાએ ચેકપોસ્ટ બનાવી કોર્ડન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરિયાપુર દરવાજા, પ્રેમ દરવાજા, કાલુપુર દરવાજા, દિલ્લી દરવાજા, શાહપુર દરવાજા, ત્રણ દરવાજા સહિતના કોટ વિસ્તારમાં આવતા 9 દરવાજા પર મોટા પોલીસ કાફલા સાથે આરોગ્ય વિભાગની ટીમ મૂકવામા આવશે.