દારૂની હેરફેરમાં CIDમાં તહેનાત મહિલા કોન્સ્ટેબલ પકડાઈ

ભૂજઃ રાજ્યમાં ખાખી વરદી જ દારૂની હેરફેરની ગેન્ગમાં સામેલ છે. પૂર્વ-કચ્છમાં CIDમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતી નીતા ચૌધરી દારૂની હેરફેરમાં સામેલ હતી, LCBએ જ્યારે નીતા ચૌધરીને અને બૂટલેગર યુવરાજ સિંહ જાડેજાને પકડ્યા ત્યારે નીતા પણ દારૂ પીધેલી હાલતમાં હતી અને તેણે પોલીસની ટીમ પર જીપ ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

ભચાઉના ચોપડવા બ્રિજ નજીક પોલિસ પર થાર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જ્યારે પોલીસે જ્યારે વાહનને અટકાવીને તેની તલાશી લીધી તો તેમાંથી નીતા ચૌધરી અને બૂટલેગર યુવરાજસિંહ જાડેજા મળી આવ્યા હતા. યુવરાજ સિંહ જાડેજા એ ચીરઈનો રીઢો બૂલલેગર છે અને CID ક્રાઇમની નીતા ચૌધરી તેની સાથે મળીને શરાબની હેરાફેરી કરતી હતી. સોશિયલ મિડિયા પર વાઇરલ નીતા ચૌધરીનો વિડિયો વાઇરલ છે. પોલીસે જ્યારે વાહનને રોકીને તેની તલાશી લીધી તો તેમાંથી શરાબની 16 બોટલો અને બે બિયરના કેન મળી આવ્યા હતા. પોલીસે આ બંને વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને શરાબબંધી હેઠળ ગુના દાખલ કર્યા હતા.

નીતા ચૌધરી પોતાની વિવાદાસ્પદ લાઇફ સ્ટાઇલના કારણે વિવાદમાં રહે છે. પોલીસનો યુનિફોર્મ પહેરીને સોશિયલ મીડિયા પર ડાન્સના વિડિયો બનાવવાની મનાઈ હોવા છતાં તેણે આવા વિડિયો બનાવ્યા હતા અને વર્દીનું અપમાન કર્યું હતું. ભૂતકાળમાં તેને સસ્પેન્ડ પણ કરવામાં આવેલી છે.

નીતા ચૌધરીની સાથે જે કુખ્યાત બૂટલેગર યુવરાજસિંહ જાડેજા પકડાયો તેની સામે પણ અગાઉ 16 કેસ નોંધાયેલા છે. હિસ્ટ્રીશીટર બૂટલેગર સામે હત્યાના પ્રયાસના ગંભીર ગુના પણ દાખલ થયેલા છે.