સુરતની યુવતીના હદયથી યમન યુવતીને જીવનદાન

સુરતઃ હિંદુ વૈરાગી બાવા સમાજની બ્રેનડેડ ખુશી મહેભાઈ દુધરેજીયાના પરિવારે તેનાં હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા ચીંધી છે.

સુરતથી મુંબઈનું ૨૯૧ કિલોમીટરનું અંતર ૧૧૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યમન દેશની ૨૪ વર્ષીય યુવતીમાં મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં કરવામાં આવ્યું. ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજ સ્વ. ખુશી મહેભાઈ દુધરેજીયાના પરિવારને તેમના આ પવિત્ર કાર્ય થકી સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડવા માટે વખાણ્યા હતાં.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૫૩ કિડની, ૧૪૨ લીવર, ૭ પેન્ક્રીઆસ, ૨૫ હૃદય, ૪ ફેફસાં અને ૨૫૮ ચક્ષુઓ કુલ ૭૮૯ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૭૨૫ વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.