અમૂલ ડેરીના સંકુલમાં એક ગતિશીલ શિલ્પ

આણંદઃ ઈન્ફીનીટ લૂપ એ અમૂલ ડેરી આણંદના સંકુલમાં મુકવામાં આવેલું એક ગતિશીલ શિલ્પ છે. અમૂલ જે વારસો અને મૂલ્યો રજૂ કરે છે તેની તે પ્રતિકાત્મક રજૂઆત છે. કદની દ્રષ્ટીએ આ શિલ્પ 1800 એમએમ (6 ફૂટ)નો વ્યાસ ધરાવે છે અને તે અંબાજીના આરસમાંથી તૈયાર કરવામાં આવ્યું છે.

આ ગતિશીલ શિલ્પનું વજન 1.65 ટન છે અને કલાકારોએ તેનું હસ્તકલાથી ઘડતર કર્યું છે. આ શિલ્પ ડેરીનાં મોટા ભાગનાં મશીનની જેમ એક ધરી ઉપર ફરતું રહે છે.

આ શિલ્પ અંગે વધુ માહિતી આપતાં ક્રાફ્ટ કવેસ્ટના પ્રિન્સિપાલ જણાવે છે કે “અમે ઈન્ફીનીટ લૂપની મેથેમેટિકલ ડિઝાઈન પસંદ કરી છે જેના વિવિધ અર્થ થાય છે. તેનો અર્થ પ્રેમ, સૌંદર્ય અને શક્તિ થાય છે. તે અમૂલનો ખેડૂતો માટેનો પ્રેમ, રાષ્ટ્ર નિર્માણની તાકાત દર્શાવે છે. ઈન્ફીનીટ લૂપનો અર્થ સાદગી અને સમતુલાની ભાવના થાય છે. આ એવાં મૂલ્યો છે કે જેનું કંપની છેલ્લા 75 વર્ષથી પાલન કરે છે. આ પ્રતિક આપણે ક્યાં છીએ અને આપણી સામે કેવી અપાર સંભાવનાઓ પડેલી છે તે દર્શાવે છે. અમૂલ આટલાં વર્ષથી કોઈ પણ સંજોગોમાં, એક પણ દિવસ ગુમાવ્યા વગર અવિરત કામ કરી રહ્યું છે તે હકીકત સાથે અમે તેને સાંકળ્યું છે.”

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]