મહેસાણા પાસેથી નકલી જીરું બનાવતી ફેકટરી પકડાઈ

મહેસાણા: ઊંઝા પાસેથી નકલી જીરું બનાવતી ફેકટરી ઝડપાઈ છે. આ ફેક્ટરીમાં હલકી ગુણવત્તાની વરિયાળીમાંથી જીરું બનાવતા હતા. વરિયાળી, ભૂસું, ગોળની રસી અને પથ્થરનો ઉપયોગ કરતા હતા..  મહેસાણા ફૂડ વિભાગે ઊંઝાના ગંગાપુરા રોડ પર એક નકલી શંકાસ્પદ જીરુનો 24,000 કિલોગ્રામ જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. જોકે ફેક્ટરી માલિકે દાવો કર્યો કે આ પશુઆહાર છે.

મહેસાણા ફૂડ વિભાગ ટીમે શંકાસ્પદ જીરાના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.. જોકે પશુ આહાર બનાવવા માટે કોઈ પરવાનગી નહીં લીધી હોવાની પણ કબૂલાત કરી છે. મહેસાણા જિલ્લાના ઊંઝાના દાસજ રોડ ઉપરથી નકલી જીરું બનાવતી ફેકટરી ઝડપાઈ છે. મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઊંઝાના દાસજ ગામ નજીક નકલી જીરું બનતું હતું. મોટી માત્રામાં નકલી જીરુનો જથ્થો પકડાયો છે. હાલ નકલી જીરુંના જથ્થાની ગણતરી ચાલુ છે.

જીરુંની જેમ જ દેખાઈ રહેલ જથ્થાને ફૂડ વિભાગે જપ્ત કરીને તેના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ જથ્થો બહાર વેચવામાં આવતો હતો અને કોને વેચવામાં આવતો હતો એ અંગે પણ તપાસ શરૂ કરી છે. આમ હવે ફૂડ વિભાગ માટે સવાલ એ છે કે પશુ આહારનો દાવો પોકળ છે અને જીરું નકલી બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હતા એ અંગે તપાસ કરવામાં આવશે.