રિવરફ્રન્ટમાં “ક્રિકેટ કા રાસ” થીમ પર ક્રિકેટ-કાર્નિવલ યોજાયો

અમદાવાદઃ  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સિરીઝનો રોમાંચ ચરમ પર છે, ત્યારે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર ત્રીજી પિંક બોલ ટેસ્ટ યોજાવા માટે ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે. આ મેચ મોટેરા સ્ટેડિયમમાં પ્રથમ ઇન્ટરનેશનલ મેચ બની રહેશે. ‘સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ’- ‘મોટેરા સ્ટેડિયમ’ તરીકે જાણીતું છે, તેમાં આગામી પિંક બોલથી ટેસ્ટ અને T20 સિરીઝની ઉજવણી કરવા માટે સિરીઝના ઓફિશિયલ બ્રોડકાસ્ટર્સ સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા અમદાવાદમાં ક્રિકેટના ઉત્સવને જીવંત બનાવવા માટે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. #અમદાવાદ તૈયાર છે!

 સ્ટાર સ્પોર્ટસે દ્વારા “ક્રિકેટ કા રાસ” થીમ પર અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટના વોટર સ્પોર્ટસ નજીક બે દિવસ ક્રિકેટ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્નિવલમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. આ કાર્નિવલમાં ક્રિકેટ રસિકોને આવકારવા પ્રવેશદ્વારની કમાનો પર લાલ, ગુલાબી અને વાઈટ કલરના બોલ્સના કટ-આઉટ લગાવવામાં આવ્યાં હતાં, જે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ-મોટેરામાં રમાનારી ક્રિકેટ મેચ ફોર્મેટનું પ્રતીક રજૂ કર્યું હતું. ક્રિકેટ કાર્નિવાલમાં સેલ્ફી પોઇન્ટસ અને ખેલાડીઓના કટ-આઉટ વગેરે મૂકવામાં આવ્યા હતાં. સંગીત અને લાઇટિંગનો સમન્વય કરીને ક્રિકેટરસિયાઓ “ક્રિકેટ કા રાસ” ની #અમદાવાદ તૈયાર છે! ના હેશટેગ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાતમાં  યોજાની પેટીમ ભારત-ઈંગ્લેન્ડ સિરીઝની મેચમાં રોમાંચક  એક્શન માટે તૈયાર થઈ જાઓ. ભારત-ઇંગ્લેન્ડ સિરીઝ અમદાવાદમાં 24 ફેબ્રુઆરીએ બપોરના 1.30થી પિન્ક બોલ ટેસ્ટ સાથે શરૂ થશે. એનો રોમાંચ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક અને ડિઝની+ હોટસ્ટારVIP ઉપર માણી શકાશે.