અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં સવારના સમયે એક અકસ્માત સર્જાયો હતો. બે કાર વચ્ચે ભયંકર અકસ્માતમાં ત્રણ જણને જાન અને માલ હાની પહોંચી છે. મળતી માહિતી અનુસાર બોપલના વકીલ બ્રિજ પાસે બે કાર વચ્ચેના અકસ્માતમાં ત્રણ લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી છે. આ ઉપરાંત અકસ્માતામાં એક કારમાંથી દારૂનો મોટા પાયે જથ્થો પણ મળી આવ્યો છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ફૂલસ્પીડમાં ફોર્ચ્યુન કાર થાર સાથે ધડાકાભેર અથડાઈ છે.
ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ફોચ્યુનર કાર વૈષ્ણોદેવીથી બોપલ તરફ જઈ રહી હતી, ત્યારે રાજપથ ક્લબના વળાંક બાજુ એક થાર કારે યુટર્ન મારતા તે જોરથી ટકરાઈ હતી. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ફોર્ચ્યુનરની સ્પીડ 150થી 200ની હતી. જો કે, 200ની સ્પીડ પર કાર ટકરાઈ હોવાનું જાણવા મળ્યું છે. કારનું સ્પીડ મીટર 200 પર બંધ થયેલું દેખાય છે. FSL દ્વારા પૂરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. વરસાદના કારણે ટાયર માર્ક નહીં મળી શકે છે. પોલીસ તપાસમાં ઘટના બની ત્યાં આજુબાજુના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા બંધ હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત કાર અકસ્માતને લઈ પોલીસે વઘુ તપાસ હાથ ધરી. જેમાં જાણવા મળ્યું કે ફોર્ચ્યુનર ગાડીમાં કોઈ બીજી ગાડીની નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. ઓન પેપર આ નંબરથી અલ્ટો ગાડીની છે, જેના માલિકનું નામ પણ જયંતિ હોય તેવી શક્યતા છે.પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.