મોડાસાઃ મેઘરાજા આજે સવારથી જ અરવલ્લીમાં મન મૂકીને વરસી રહ્યા છે. અરવલ્લીના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ત્રણ કલાકથી અનેક જગ્યાએ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સરડોઈ, ટીટીસર, સજાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ અત્યારે વરસી રહ્યો છે.
તો મોડાસામાં ભારે વરસાદ વરસતા રોડ રસ્તા બંધ થઇ ગયા છે. અરવલ્લીના દઘાલિયા પાસે મોતીપુર રોડ પરનો કોઝ-વે પર પાણી ફરી વળ્યા છે. આજે પડેલા ભારે વરસાદના કારણે 15થી વધુ ગામમાં અવર જવર માટે રસ્તો બંધ થઇ ગયો છે. મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં ખાબકેલા વરસાદથી સંપર્કને અસર પહોંચી છે. 15થી વધુ ગામોના લોકોને અવર જવર માટે રસ્તો બંધ થઇ જવાના કારણે મુશ્કેલી સર્જાઈ છે.
અરવલ્લીમાં વહેલી સવારથી વરસાદના કારણે વાશેરાકંપા, સરડોઈ ગામમાં વરસાદી પાણી ભરાયા છે. તો અરવલ્લીના ખેતરો તેમજ બજારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. તો મોડાસાના સરડોઇમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. મોડાસાના સરડોઇના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે. વાશેરા કંપામાં ખેતરોમાં પાણી ભરાયા છે.
અત્યારસુધીમાં કુલ 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદથી ખેતરો સહિત ગ્રામ્ય વિસ્તારોનાં રસ્તાઓ પાણીમાં ડૂબ્યા છે. ઉમેદપુર પંથકમાં બે કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. મહત્વનું છે કે સૌરાષ્ટ્ર્ પર સાક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. જેના કારણે ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
અરવલ્લીનાં ઉમેદપુર, જીવણપૂર, ફૂટા, સરડોઇ સહિત ગામડાઓમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. એક કલાકમાં દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર્ પર સાક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. હવામાન વિભાગે વરસાદી સિસ્ટમ સક્રિય થતા સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આગામી 1 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હજી 02 સપ્ટેમ્બર સુધી ગુજરાત સૌરાષ્ટ્રનાં ભાગોમાં હજુ પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.