અમદાવાદમાં સૌથી સરકારી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલ અધ્યતન સુવિધાથી સર્જ કરવામાં આવી છે. એસ.વી.પી. હોસ્પિટલ લગભગ 750 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. જેમાં 127 સુપર ડીલકસ બેડ આવેલા છે.આ મોટો ખર્ચ કરી બનાવવામાં આવેલી હોસ્પિટલના દર્દીના આંકડએ લોકોને આશ્ચર્ય ચકિત કરી દીધા છે. મળતી માહિતી અનુસાર આ હોસ્પિટલમાં એક વર્ષમાં માત્ર 37 હજાર ઈન્ડોર દર્દીઓને સારવાર આપવામા આવી હોવાનો મ્યુનિ.બોર્ડ બેઠકમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો.
મ્યુનિ.બોર્ડ બેઠકમાં વિપક્ષનેતાએ શહેરમાં ડેન્ગ્યૂના કારણે બે મોત થયા હોવાની રજુઆત કરી હતી.સાથે જ મ્યુનિ.હસ્તકની હોસ્પિટલોમા ઓ.પી.ડી.તથા ઈન્ડોર દર્દીઓને આપવામા આવતી સારવારનો મુદ્દો આગળ કર્યો હતો.એલ.જી.તથા શારદાબહેન હોસ્પિટલની સરખામણીમાં એસ.વી.પી.હોસ્પિટલમાં ઓછી સંખ્યામા ઈન્ડોર દર્દીઓને એક વર્ષમાં સારવાર આપવામા આવી હોવાનુ કહી આ હોસ્પિટલમાં વધુ સંખ્યામાં દર્દીઓને સારવાર મળે એવી વ્યવસ્થા ગોઠવવા સુચન કર્યુ હતુ.
આંકડાનું પ્રમાણે એક વર્ષમાં વી.એસ હોસ્પિટલમાં ઓ.પી.ડીમાં 461103 લોકોની સારવાર કરવામાં આવી છે. જ્યારે ઈન્ડોર 9165 લોકોની સારવાર કરવામાં આવી છે. તો શારદાબહેન હોસ્પિટલમાં ઓ.પિ.ડીમાં 1059425 અને ઈન્ડોર 58115 દર્દી સારવાર થઈ છે. તો એલ.જી. હોસ્પિટલમાં ઓ.પી.ડીમાં 1465398 અને ઈન્ડોર 118299 દર્દી, અને એસ.વી.પી. હોસ્પિટલમાં 402412 અને ઈન્ડોરમાં 37495 દર્દીના સારવાર થઈ છે.