PM મોદીનું ગુજરાતમાં શાનદાર સ્વાગત

PM મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યુ હતું. પીએમ મોદીએ ખુલ્લી જીપમાં સવાર થઈને કાર્યકર્તાઓનું અભિવાદન જીલ્યું. તેમની સાથે સીએમ ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ પણ જીપમાં સવાર હતા.

આવતીકાલે સવારે 10.00 કલાકે સાયન્સ સિટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે સમિટ ઓફ સક્સેસનો પ્રોગ્રામ યોજાશે. જેમાં ઉદ્યોગપતિઓ અને વિવિધ દેશોના દિલ્હી-મુંબઈ ખાતેનો એમ્બેસેડર્સ હાજરી આપશે. અહીથી તેઓ સીધા બોડેલી પહોંચશે. જ્યાં 450 કરોડના કામોનુ લોકાર્પણ કરશે. તેના બાદ તેઓ બપોરે 2 વાગ્યે વડોદરા પહોંચશે. લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ કવાયત શરૂ કરી દીધી છે ત્યારે પીએમ મોદી પણ આ પ્રવાસની સાથે ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપશે.