મોડાસામાં એમ્બ્યુલન્સમાં ભભૂકી આગ, નવજાત સહિત 4 લોકો ભડથું

અરવલ્લીના મોડાસા પાસે એક ચાલતી એમ્બ્યુલેન્સમાં આગ લાગી હતી. આ દુર્ઘટના ઘટનામાં કેટલાક લોકોના મોત થયા છે. જ્યારે કેટલાક દાઝી ગયા છે.

સોમવારે એટલે ગત મોડી રાત્રે અરવલ્લી જિલ્લાના મોડાસા પાસે રાણાસૈયદ ચોકડી પાસે દુ:ખદ દુર્ઘટના બની છે. ધનસુરા તરફ જતા રોડ પર એક એમ્બ્યુલન્સમાં અચાનક કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. એમ્બ્યુલન્સમાં લાગેલી આગમાં 4 લોકોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જોકે ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળપર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

એમ્બ્યુલન્સમાં નવજાત શિશુને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યું હતું ત્યારે આ કરુણ ઘટના બની. મૃતકોમાં નવજાત શિશુ, બાળકના પિતા, ડ્રાઈવર અને નર્સનો સમાવેશ થાય છે. ઘટનામાં ત્રણ લોકો તો ઘટનાસ્થળે જ આગમાં બળીના ભડથું થઈ ગયા હતાં. હાલમાં એવી આંશકા વ્યક્ત કરવામાં આવી રહી છે શોટ સર્કિટને કારણે આગ લાગી હતી. ઘટનામાં ઘાયલ થયેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એમ્બ્યુલન્સમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શંકા છે. ફાયર વિભાગે હવે આગ પર કાબુ મેળવી લીધો છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

નોંધનીય છે કે બિહારના મુઝફ્ફરપુરમાં બીજી એક ઘટનામાં, એક પરિવારના પાંચ સભ્યો બળીને ખાખ થઈ ગયા. મોતીપુર બજારમાં એક ઘરમાં અચાનક આગ લાગી, જેના કારણે પાંચ લોકોના કરુણ મોત થયા. એવું કહેવાય છે કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી, અને ઘટના સમયે પરિવાર સૂઈ રહ્યો હતો. પરિણામે, તેઓ બચી શક્યા નહીં. સ્થાનિક રહેવાસીઓએ આગ જોઈને એલાર્મ વગાડ્યો અને ઘટનાસ્થળે ભીડ એકઠી થઈ ગઈ. લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગની તીવ્રતા એટલી તીવ્ર હતી કે તેને કાબુમાં લેવી મુશ્કેલ બની ગઈ. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો.