ભારતના પાંચ રાજ્યો—પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરી—માં ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીના મતદાન બાદ હવે એક્ઝિટ પોલના આંકડા સામે આવવા લાગ્યા છે. આ સર્વેક્ષણોએ દેશભરમાં રાજકીય ગરમાવો વધારી દીધો છે. એક્ઝિટ પોલના પ્રારંભિક વલણો મુજબ, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) ફરી એકવાર સત્તાના સિંહાસન પર બેસે તેવું જણાય છે. જોકે, ભાજપે આ વખતે આકરી ટક્કર આપી હોવાનું પણ સર્વેમાં બહાર આવ્યું છે.
જોકે, અંતિમ ફેંસલો તો ૪ મે ૨૦૨૬ના રોજ ઈવીએમ (EVM) ખુલ્યા બાદ જ થશે. તમામ પક્ષો હાલમાં પોતાની જીતના આત્મવિશ્વાસ સાથે પરિણામોની રાહ જોઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં ‘દીદી’નો દબદબો જળવાઈ રહેશે કે પરિવર્તન આવશે, તે હવે ગણતરીના દિવસોમાં સ્પષ્ટ થઈ જશે. અત્યાર સુધીના તમામ એક્ઝિટ પોલના સરેરાશ આંકડા બતાવે છે કે બંગાળમાં ટીએમસી બહુમતીના આંકડાની નજીક પહોંચી શકે છે, જ્યારે અન્ય રાજ્યોમાં પરિણામો મિશ્ર રહેવાની શક્યતા છે.
પશ્ચિમ બંગાળ
Peoples Pulse
- TMC – 117-187
- BJP – 95-110
- CONG – 1-3
- LEFT – 0 – 1
- OTH – 0
PMARQ
- TMC – 118-138
- BJP – 150-175
- CONG – 2-6
- LEFT – 0
- OTH – 0
Matrize
- TMC – 125-140
- BJP – 146-161
- CONG – 0
- LEFT – 0
- OTH – 6-10
Chanakya strategies
- TMC – 130-140
- BJP – 150-160
- CONG – 0
- LEFT – 0
- OTH – 6-10
JVC
- TMC –
- BJP –
- CONG –
- LEFT –
- OTH –
VoteVibe
- TMC –
- BJP –
- CONG –
- LEFT –
- OTH –
Peoples Insight
- TMC –
- BJP –
- CONG –
- LEFT –
- OTH –
AXIS MY INDIA
- TMC –
- BJP –
- CONG –
- LEFT –
- OTH –
પુડુચેરી
AXIS MY INDIA
- BJP – 16-20
- CONG – 6-8
- OTH – 3-7
તમિલનાડું
AXIS MY INDIA
- DMK+ –
- AIADMK –
- TVK –
- OTH –
Matrize
- DMK+ – 122-132
- AIADMK – 87-110
- TVK – 10-12
- OTH – 0-6
Peoples Pulse
- DMK+ – 125-145
- AIADMK – 65-80
- TVK – 18-24
- OTH – 2 – 6
PEOPLES INSIGHT
- DMK+ – 120-140
- AIADMK – 60-70
- TVK – 30-40
- OTH – 0
કેરલમ
AXIS MY INDIA
- LDF – 49-62
- UDF – 78-90
- BJP – 0-3
- OTH –
Matrize
- LDF – 60 – 65
- UDF – 75-85
- BJP – 3-5
- OTH – 0
Peoples Pulse
- LDF – 60-65
- UDF – 70-75
- BJP – 3-5
- OTH – 0
PEOPLES INSIGHT
- LDF – 58-68
- UDF – 66-76
- BJP – 10-14
- OTH – 0
JVC
- LDF – 52-61
- UDF – 72-84
- BJP – 3-7
- OTH – 0
VOTE VIBE
- LDF – 58-68
- UDF – 70-80
- BJP – 0-4
- OTH – 0
PMARQ
- LDF – 62-69
- UDF – 71-79
- BJP – 1-4
- OTH – 0-3
આસામ
AXIS MY INDIA
- BJP – 88-100
- CONG – 24-36
- OTH – 0
Matrize
- BJP – 85-95
- CONG – 25- 32
- OTH – 6-12
JVC
- BJP – 88-101
- CONG – 23-33
- OTH – 0
PEOPLES INSIGHT
- BJP – 88-96
- CONG – 30-34
- OTH – 0
PEOPLES PULSE
- BJP – 68-72
- CONG – 22-26
- OTH – 7-15
એક્ઝિટ પોલ એ મતદાન પૂર્ણ થયાના તુરંત બાદ હાથ ધરવામાં આવતો એક પ્રકારનો સર્વે છે, જેમાં મતદાન મથકમાંથી બહાર આવતા મતદારોને પૂછવામાં આવે છે કે તેમણે કયા પક્ષ કે ઉમેદવારને મત આપ્યો છે. આ ડેટાના વિશ્લેષણના આધારે વિવિધ એજન્સીઓ સંભવિત બેઠકો અને જીત-હારના સમીકરણો માંડતી હોય છે. જોકે, ભૂતકાળમાં એક્ઝિટ પોલના અંદાજો ઘણીવાર સાચા સાબિત થયા છે, તો કેટલીકવાર તે વાસ્તવિક પરિણામોથી તદ્દન વિપરીત પણ રહ્યા છે. તેથી જ રાજકીય વિશ્લેષકો અને જનતા આ આંકડાઓને માત્ર એક દિશા સૂચક માને છે, અંતિમ ફેંસલો નહીં.

