એસ્સાર રિન્યુએબલ્સે ગ્રીન મોબિલિટી પહેલ માટે મહારાષ્ટ્ર સાથે MOU કર્યા

મુંબઈઃ એસ્સારના સાહસ એસ્સાર રિન્યુએબલ્સ લિમિટેડે ગ્રીન એનર્જી સેક્ટરમાં (ERL) દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)માં મહારાષ્ટ્ર સરકાર સાથે સમજૂતીપત્ર (MOU) પર  હસ્તાક્ષર કર્યા છે. આ MOU રાજ્યમાં એસ્સાર રિન્યુએબલના સૂચિત મૂડીરોકાણ માટેનો માર્ગ મોકળો કરે છે, જેમાં તેની ગ્રીન મોબિલિટી પહેલ માટે બે ગિગાવોટ  રિન્યુએબલ એનર્જી ક્ષમતા વિકસાવવાની યોજના છે.

કંપની કરારની શરતો હેઠળ રાઉન્ડ ધ ક્લોક રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સના મિક્સમાં લગભગ રૂ. 8000 કરોડનું રોકાણ કરશે, જેનો ઉદ્દેશ બ્લુ એનર્જી મોટર્સ અને ગ્રીનલાઇનની ઇલેક્ટ્રિક વ્હીકલ ટ્રક ચાર્જિંગ ઇકોસિસ્ટમને ટેકો આપવાનો છે.આ રોકાણ લગભગ 2000 લોકો માટે સીધી રોજગારી ઊભી કરે તેવી સંભાવના છે, જે ગ્રીન એનર્જીમાં રાજ્યના સંક્રમણ તથા આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપશે. આ સૂચિત પ્રોજેક્ટ્સ નાણાકીય વર્ષ 2026-27માં શરૂ થવાની શક્યતા છે.

આ ભાગીદારી અંગે કંપનીના એસ્સાર રિન્યુએબલ્સના CEO અંકુરકુમારે જણાવ્યું હતું કે અમે મહારાષ્ટ્ર સરકાર સાથે આ પરિવર્તનકારી સફર શરૂ કરવા માટે રોમાંચિત છીએ. આ સહયોગ અમારા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં એક મહત્વનું સીમાચિહ્ન છે અને આ ક્ષેત્રમાં અમને એક મહત્વની કંપની તરીકે સ્થાપિત કરે છે.

કંપનીના ડિરેક્ટર પ્રશાંત રુઈયાએ જણાવ્યું હતું કે અમે વૈશ્વિક ઊર્જા સંક્રમણમાં આગળ વધી રહ્યા છીએ ત્યારે મહારાષ્ટ્ર સરકાર સાથેની આ ભાગીદારી ગ્રીન મોબિલિટીમાં ટકાઉ ઊર્જાના ભવિષ્યને નવેસરથી આકાર આપવામાં એક મહત્વનું પગલું છે. રિન્યુએબલ એનર્જી અને ગ્રીન મોબિલિટી સોલ્યુશન્સમાં અમારા રોકાણ સાથે અમે ગ્રીન ઇકોનોમીમાં ગ્લોબલ લીડર તરીકે ભારતની સ્થિતિ મજબૂત કરી રહ્યા છીએ તથા રાજ્યના વિકાસને આગળ વધારી રહ્યા છીએ.

આ ભાગીદારી આગામી પાંચ વર્ષમાં 8 GB રિન્યુએબલ એનર્જી ક્ષમતા વટાવવાના એસ્સાર રિન્યુએબલ્સના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક સાથે જોડાયેલી છે.