પ્રતીક ગાંધી-વિદ્યા બાલન કરશે રોમાન્સઃ ‘લવર્સ’ ફિલ્મમાં

મુંબઈઃ અભિનેત્રી વિદ્યા બાલન એલિપ્સીસ એન્ટરટેનમેન્ટના બેનર હેઠળ બનનારી હિન્દી ફિલ્મ ‘લવર્સ’માં પ્રતીક ગાંધી સાથે ચમકશે. પ્રતીકની ‘સ્કેમ 1992’ વેબસિરીઝ હિટ થયા બાદ એને ઘણા પ્રોજેક્ટ મળી રહ્યા છે. વિદ્યા આ પહેલાં એલિપ્સીસ એન્ટરટેનમેન્ટની ‘તુમ્હારી સુલુ’ ફિલ્મમાં કામ કરી ચૂકી છે.

‘લવર્સ’ ફિલ્મનું દિગ્દર્શન કરશે જાહેરખબર નિર્માતા તરીકે જાણીતા શિર્ષ ગુહા ઠાકુરતા. દિગ્દર્શક તરીકે એમની આ પહેલી જ ફિલ્મ છે. ગુહા ઠાકુરતા આ પહેલાં રામગોપાલ વર્માને રણ, ફૂંક અને કોન્ટ્રેક્ટ ફિલ્મોમાં દિગ્દર્શનમાં સહાયતા કરી ચૂક્યા છે. ‘લવર્સ’ ફિલ્મનું શૂટિંગ આ જ વર્ષમાં શરૂ થશે. શૂટિંગ મુંબઈ અને તામિલનાડુના હિલ સ્ટેશન કુન્નુરમાં કરાશે. વિદ્યા બાલન હાલ ‘જલસા’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે જ્યારે પ્રતીક ગાંધી ‘ભવાઈ’ ફિલ્મની રિલીઝની રાહ જુએ છે. આ ફિલ્મ 1 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થવાની ધારણા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]