નવી દિલ્હીઃ ડિરેક્ટ-ટુ-હોમ (DTH) ઓપરેટર ટાટા પ્લે અને બ્રોડકાસ્ટર સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા (SPNI)ની વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. ટાટા પ્લેએ સોનીની ચેનલોના ઓછા દર્શકોની સંખ્યાનો હવાલો આપતાં કંપનીના પેકમાંથી એને દૂર કરવાનું શરૂ કર્યું છે. ટાટાનો તર્ક છે કે SPNIની ચેનલો, જેમાં સોની ટેલિવિઝન પણ સામેલ છે, હવે ટલી લોકપ્રિય નથી રહી.
સોની પિકચર્સ ઇન્ડિયા (SPNI)એ આ પગલાનો વિરોધ કરતાં એને મનમાન્યો ગણાવ્યો છે. ટાટા પ્લેએ અલગ-અલગ ચેનલ પેકથી SPNLની ચેનલોને દૂર કરવાનું શરૂ કરી દીધું છે. એમાં ઓછી જોવાતી ચેનલોને દૂર કરવામાં આવી રહી છે અને એ હિસાબે માસિક શૂલ્ક એડજસ્ટ કરવામાં આવી રહી છે. આ ઘટનાક્રમ પર ટાટા પ્લેના MD અને CEO હરિત નાગપાલે કહ્યું હતું કે પ્લેટફોર્મ ઓછી જોવાતી ચેનલોને દૂર કરીને ચેનલ પેકને ઠીક કરી રહી છે અને એ હિસાબે માસિક શૂલ્ક એડજસ્ટ કરવામાં આવી રહી છે.
એના પર SPNIનું કહેવું હતું કે આ એક આશ્ચર્યજનક નિર્ણય છે. ટાટા પ્લેનો દર્શકોની સંખ્યામાં ઘટાડો જેવું કારણ ભ્રામક છે. કંપનીએ અંદેશો જણાવ્યો હતો કે આ કે મનઘડંત નિર્ણય છે અને એને કોઈ સૂચના આપ્યા વગર એના ગ્રાહકોની પ્રાથમિકતાઓ પર વિચાર કર્યા વિના લેવામાં આવ્યો છે.
ટાટા પ્લેના CEOએ સોનીની ચેનલોને દૂર કરવાના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે એ નિયમો હેઠળ કરવામાં આવ્યું છે અને એનાથી ગ્રાહકોને 5060 રૂપિયાની માસિક બચત થશે. 10 લાખ યુઝર્સમાંથી માત્ર 18,000એ સોની ચેનલોને પરત જોડવા માટે અરજ કરી હતી, એમ તેમણે કહ્યું હતું.