ટીવીના ચાહકોનો બદલ્યો મિજાજ, ‘અનુપમા’ની જગ્યા ‘ઉડને કી આશા’ને મળી

મુંબઈ: ટીઆરપીની દુનિયામાં ક્યારે શું થઈ જાય તે કોઈ જાણી શકતું નથી. ક્યારે આ દર્શકોને આ ડેલી શોપ ગમી જતુ હોય તો ક્યાંક બીજું. પણ આ અઠવાડિયાના ટીઆરપી ચાર્ટ શો અનુપનાને નારજ કરી દીધું છે. જી હા, મહિનાઓ સુધી ટીઆરપી ચાર્ટમાં નંબર વન પર રહેનારી લોક લાડીલી સિરીયલ અનુપમાની જગ્યા હવે ‘ઉડને કી આશા’ લઈ ચૂક્યુ છે.  આપને જણાવી દઈએ કે ગયા અઠવાડિયાની સરખામણીમાં એકંદરે તમામ સિરિયલની ટીઆરપી ઘટેલી નોંધાય છે. આ અઠવાડિયે શો ઉડને કી આશાને 2.1 મિલિયન ઈમ્પ્રેશન મળ્યા છે. ગયા અઠવાડિયે આ ટોચના શોને 2.2 મિલિયન ઇમ્પ્રેશન મળ્યા હતા. સયાલી અને સચિનની વાર્તા ઉડને કી આશા ચાહકોનું મનોરંજન કરી રહી છે.

સિરિયલ અનુપમા રાહીના લગ્નના ટ્રેક ચાહકોમાં થોડી નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. જેનાથી અનુપમા ગયા અઠવાડિયે નંબર વન હતી તે હવે બીજા નંબર પર આવી ગઈ છે. ત્રીજું સ્થાન યે રીશ્તા ક્યા કહેલાતા હૈ?ને મળ્યું છે. જ્યારે ચોથું સ્થાન ઝનકે પ્રાપ્ત કર્યું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પાંચમા ક્રમે આવી પહોંચ્યું છે. જોકે, ગયા અઠવાડિયે અને આ અઠવાડિયે પણ શોને 1.7 મિલિયન ઇમ્પ્રેશન મળ્યા. ટીઆરપી ચાર્ટમાં આ સપ્તાહે એકતા કપૂર માટે ખરાબ સમાચાર આવ્યા છે. કેમ કે ટીઆરપી ચાર્ટમાં સિરિયલ ક્વીન એકતા કપૂરના એક પણ શો સામેલ થઈ શક્યા નથી. એકતાનો લોકપ્રિય શો કુમકુમ ભાગ્ય 20મા નંબરે છે. તમને જણાવી દઈએ કે નંબર 6 પર મંગળ લક્ષ્મી-લક્ષ્મીની યાત્રા છે. એડવોકેટ અંજલિ અવસ્થી સાતમા નંબરે છે. મંગળ લક્ષ્મી આઠમા ક્રમે છે. નવમા ક્રમે લાફ્ટર શેફ્સ છે. દસમા નંબર પર, તે ગુમ છે અને કોઈના પ્રેમમાં પડી ગયો છે.

જ્યારે બીજી બાજું રીયલીટી શો પર નજર કરીએ તો લાફટર માસ્ટર શેમની સામે શરૂ થયેલી સેલિબ્રિટી માસ્ટર શેફ પોતાનો પ્રભાવ બનાવી શક્યું નથી. આ શો ટોપ 30માં સ્થાન બનાવી શક્યું નથી. આપને જણાવી દઈએ કે, આ શો 35મા નંબરે આવ્યો છે. સેલિબ્રિટી માસ્ટર શેફ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે, પરંતુ આ શો TRPમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આ શોમાં તેજસ્વી પ્રકાશ, નિક્કી તંબોલી, દીપિકા કક્કર અને ગૌરવ ખન્ના જેવા સ્ટાર્સ જોવા મળી રહ્યા છે.