ટીવી એક્ટ્રેસ તરલા જોશીનું નિધન

નવી દિલ્હીઃ કોરોના કાળમાં ન માત્ર સામાન્ય લોકો, પણ ટીવી અને બોલીવૂડ જગતના લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. કોરોનાને કારણે કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે. ‘સારાભાઈ વિરુદ્ધ સારાભાઈ’ ફેમ એક્ટ્રેસ તરલા જોશીનું રવિવારે નિધન થયું છે. અભિનેત્રીએ અનેક ડેલી શોપ્સમાં કામ કર્યું છે.

તરલા જોશીના નિધને ટીવીજગતમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. લોકો સોશિયલ મિડિયા દ્વારા તરલા જોશીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તરલા જોશી નાના પડદાની લોકપ્રિય કલાકાર હતા. તરલાએ મોટે ભાગે શોમાં વડીલ મહિલાની ભૂમિકા ભજવી હતી.

તરલા જોશીએ ‘બંદિની’, ‘સારાભાઈ વર્સિઝ સારાભાઈ’ને ‘એક હજારોમાં મેરી બહેના હૈ’ જેવી ડેલી સોપ્સમાં કામ કર્યા છે. તરલા જોશીને સિરિયલ ‘બંદિની’એ નવી ઓળખ મળી હતી. ‘એક હજારોમાં મેરી બહેના હૈ’માં તે નિયા શર્મા અને ક્રિસ્ટલ ડિસોઝાની સાથે કામ કરતી નજરે ચઢી હતી.

તરલા જોશી સિવાય ત્રણ ટીવી સ્ટારોના ઘરે પણ મોતના સમાચાર છે. એક્ટર મિહિર મિશ્રાના પિતાનું નિધન થયું છે. મિહિર મિશ્રાએ સોશિયલ મિડિયા પર આ વાતની માહિતી આપી હતી. ‘દિયા ઔર બાતી હમ’, ‘એફઆઇઆર’, ગીત જેવાં ટીવી શોઝનો હિસ્સો રહી ચૂકેલા કલાકાર કનિકા માહિશ્વરી પોતાના સસરાને ગુમાવ્યા છે. ત્યાં એક્ટ્રેસ ફાલ્ગુની દેસાઈનું નિધન થયું છે. ફાલ્ગુની દેસાઈએ અનેક ટીવી શોઝમાં દાદીની ભૂમિકા ભજવી હતી.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]