પૈસાની કોઈ કમી નથી, પછી કેમ કરે છે અક્ષય કુમાર ફિલ્મો? જાણો…

મુંબઈઃ બોલીવૂડ એક્ટર અક્ષય કુમાર બેક-ટુ-બેક ફિલ્મોને લઈને હંમેશાં સમાચારોમાં રહે છે. અક્ષય કુમાર ફિલ્મ ‘બચ્ચન પાંડે’ને લઈ હાલમાં ન્યૂઝમાં છે. ‘બચ્ચન પાંડે’માં અક્ષય કુમાર એક ગેન્ગસ્ટરની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મના પ્રમોશનમાં એક્ટરે એવું કહ્યું હતું કે તે ફિલ્મો માત્ર પૈસા માટે કામ નથી કરતો તેના ઝનૂન માટે કામ કરે છે.

‘બચ્ચન પાંડે’ એક્ટર અક્ષય કુમાર ને એક ઇવેન્ટમાં સવાલ કરવામાં આવ્યો હતો કે તે એક વર્ષમાં આટલી ફિલ્મો કેવી રીતે કરી લે છે? એના જવાબમાં અક્ષયે કહ્યું હતું કે હું સવારે કામ કરવાનું પસંદ કરું છું અને રવિવારે બ્રેક લઉં છું.

તમે પ્રતિદિન કામ કરો છો તો કેટલીય ફિલ્મો તમારી પાઇપલાઇનમાં સરળતાથી થાય છે. કોરોના રોગચાળામાં પોલીસ, મિડિયા ફોટોગ્રાફર અને બધા કામ કરી રહ્યા હતા. દરેક જણને પૈસા કમાવા છે. આજે મારી બધું છે, હું એક સારી જિંદગી જીવી રહ્યો છું. હું સરળતથી ઘેરબેઠા વિના કમાણીએ બેસી શકું છું, પણ તેમનું શું જે લોકો કામ કરવા ઇચ્છે છે, એમ તેણે કહ્યું હતું.

‘બચ્ચન પાંડે’ની પ્રમોશન ઇવેન્ટમાં તેણ કહ્યું હતું કે હું આજે પૈસા માટે કામ નથી કરતો, પણ મારા ઝનૂન માટે કામ કરું છું. જે દિવસે મને ફિલ્મોમાં કામ કરવાનો રસન નહીં રહે, એ દિવસે હું કામ કરવાનું બંધ કરી દઈશ, એમ તેણે કહ્યું હતું.

અક્ષયની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ 18 માર્ચે થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય ગેંગસ્ટરની ભૂમિકા નિભાવી રહ્યો છે. કૃતિ સેનન આ ફિલ્મમા ડોક્યુમેન્ટરી ફિલ્મમેકરની ભૂમિકામાં નજરે ચઢશે. અરશદ કૃતિનો મિત્રની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, જેકલીન ફર્નાન્ડિઝ, સંજય મિશ્રા સહિત કેટલાય એક્ટર્સ પોતાની એક્ટિંગ બતાવશે. ‘બચ્ચન પાંડે’ સિવાય અક્ષયની પાઇપલાઇનમાં ‘રક્ષા બંધન’, ‘રામ સેતુ’, ‘મિશન સિન્ડ્રેલા’, ‘ગોરખા’ અને ‘OMG 2’ જેવી ફિલ્મો છે.