તાપસી પન્નુએ અમૃતા સિંહ માટે શું લખ્યું?

નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. તે સતત પોતાની ફિલ્મોના સેટ પર કેપ્ચર કરવામાં આવેલા ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેર કરી રહી છે.

હમણાં તાપસીએ અમિતાભ બચ્ચન અને અમૃતા સિંહ સાથે કરવામાં આવેલી ફિલ્મ “બદલા” ના સેટ પરથી એક જૂનો ફોટો શેર કર્યો હતો. આ ફોટોને શેર કરતા એક્ટ્રેસે અમૃતા સિંહને એક લાંબી કેપ્શન લખી છે. આના પર અમૃતા સિંહની દિકરી સારા અલી ખાને રિએક્ટ કર્યું છે. તાપસીએ લખ્યું કે, આ ફોટો મેં ત્યારે ક્લિક કર્યો હતો જ્યારે અમે “બદલા” ના એક સીનનું શૂટિંગ કરી રહ્યા હતા. તાપસીએ આગળ લખ્યું કે, અમૃતા સિંહ સાથે શૂટિંગનો પહેલો દિવસ હતો. મને નહોતી ખબર કે જે મારામાં સરદારની છે અથવા આપણા જીવન પર કાબૂ ન કરી શકવાની રીત છે તે આપણને જોડે છે. તેમને એક્સાઈટેડ અને નર્વસ જોઈને જે ડેબ્યૂટેંટની જેમ પોતાના સીનને સારી રીતે જોવા માંગતી હતી અને ડાયરેક્ટરને પોતાના પૂરા ધ્યાન સાથે સાંભળી રહી હતી જેનાથી તે સારુ પર્ફોર્મ કરી શકે. તેમને આ પ્રકારે જોઈને ખૂબ સારુ લાગ્યું. તે એ દુર્લભ એક્ટ્રેસ પૈકી એક છે કે જેના પર્ફોર્મન્સ ઘણું જબરદસ્ત છે. તાપસીએ આગળ લખ્યું કે, હું એ દિવસે તેમની સાથે એક ફોટો ક્લિક કરાવવા માંગતી હતી પરંતુ તેઓ પોતાના ડાયલોગ્સની તૈયારીમાં હતા. જ્યારે મારી પાસે તે સિનમાં કહેવા માટે વધારે કંઈ નહોતું. એટલા માટે હું તેમને હેરાન કરવા માંગતી નહોતી.

તાપસીની આ પોસ્ટ પર એક્ટ્રેસ સારા અલી ખાને કહ્યું કે, ધન્યવાદ તાપસી, મમ્મીએ તમારા માટે એક બીગ હગ મોકલ્યું છે. સારા અલી ખાને આ પોસ્ટ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]