શેફાલી શાહને આમિર પર ‘ક્રશ’ હતો, લખ્યો હતો લવ લેટર

મુંબઈઃ ‘રંગીલા,’ ‘સત્યા’ અને ‘દિલ ધડકને દો’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી શેફાલી શાહ ફિલ્મજગતમાં મશહૂર બોલીવૂડ એક્ટ્રેસ છે. હાલ તે ‘જલસા’માં વિદ્યા બાલનની સાથે સ્ક્રીન શેર કરી રહી છે, ત્યારે તેણે આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. તેણે 50મી વયે પહેલી ફિલ્મના સ્ટાર આમિર ખાન પર ક્રશ હતો. તે આમિરની એટલી દીવાની હતી કે તેણે તેના ફોટા સાથે લવ લેટર લખીને મોકલ્યો હતો.

શેફાલીએ ખુલાસો કર્યો હતો કે તે કોલેજમાં હતી, ત્યારે તેને આમિર ખાન પર ઘણો ક્રશ હતો. તેણે રામ ગોપાલ વર્માની ‘રંગીલા’માં માલા મલહોત્રાની ભૂમિકા ભજવી હતી. એ ફિલ્મમાં આમિર ખાન, ઉર્મિલા માતોંડકર અને જેકી શ્રોફ હતા. આ ફિલ્મમાં શેફાલીના કેટલાક દ્રષ્યો હતાં. તેણે ચાર દિવસના શૂટિંગ પછી ફિલ્મ છોડી દીધી હતી.

શેફાલીએ કહ્યું હતું કે તેણે આમિરને લવ લેટરની સાથે એક ફોટો પણ મોકલ્યો હતો. ‘જલસા’માં તેની કો-સ્ટાર વિદ્યા બાલને તેણે પૂછ્યું હતું કે શું તે ફિલ્મ ઉદ્યોગમાં આવ્યા પછી આમિરની સાથે કામ કર્યું હતું., ત્યારે શેફાલીએ કહ્યું હતું કે નહીં, તે ‘રંગીલા’માં હતી, પણ તેની સાથે કોઈ સીન નહોતો.

શેફાલી અને વિદ્યા ‘જલસા’માં એકસાથે નજરે ચઢશે, જે સુરેશ ત્રિવેણીની એક ઇન્વેસ્ટિગેશન થ્રિલર છે. એ એમેઝોન પ્રાઇમ વિડિયો પર 18 માર્ચને સ્ટ્રીમ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં વિદ્યાએ પત્રકારની ભૂમિકા ભજવી છે, જ્યારે શેફાલી તેની કૂક બની છે. જેની પુત્રી હિટ એન્ડ રન એક્સિડન્ટમાં ઘાયલ થઈ જાય છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]