મુંબઈઃ ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ હાલમાં જેલમાંથી ઇન્ટરવ્યુ આપતાં સલમાન ખાનને મારવાની ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે તે ચાર-પાંચ વર્ષોથી સલમાન ખાનને મારવા ઇચ્છે છે. હાલમાં સલમાન ખાનને ફરી ધમકી ભર્યો ઈમેઇલ આવ્યો છે, જેને પોલીસે ફરિયાદ નોંધી છે અને મુંબઈમાં તેના ઘરની બહાર સુરક્ષા વધારવામાં આવી છે. સલમાન ખાનને હવે કેનેડિયન ગેંગસ્ટર ગોલ્ડી બરાડના સાથી તરફથી ધમકીભર્યો મેઇલ મળ્યો છે. શનિવારે એ ઈમેઇલ સલમાન ખાનને મળ્યો છે, જેમાં લખ્યું છે કે ગોલ્ડી બરાડ તેની સાથે વાત કરવા ઇચ્છે છે. પોલીસે સલમાન ખાનના મેનેજરની ફરિયાદ પર ગોલ્ડી બરાર અને લોરેન્સની સામે મામલો નોંધી લીધો છે.
સલમાનના મેનેજર પ્રશાંત ગુંજલકરને 18 માર્ચે મોહિત ગર્ગની IDથી ધમકી ભર્યો મેઇલ મોકલવામાં આવ્યો હતો. એ ઈમેઇલમાં લખ્યું છે કે ગોલ્ડી બરારને તારા બોસ એટલે કે સલમાન ખાન સાથે વાત કરવી છે. ઇન્ટરવ્યુ જોઈ લીધો હશે તેણે કદાચ, નહીં જોયો હોય તો કહી દઈશું જોઈ લેજે. મેટર બંધ કરવી હોય તો વાત કરાવી દેજો. ફેસ ટુ ફેસ કરાવવા હોય તો બતાવી દેજો. હજી સમય રહેતા જણાવી દીધું, આવતી વખતે આંચકો લાગશે.
એક્ટરે ધમકી મળ્યા પછી સલમાનની ટીમે તરત ઈમેઇલને લઈને ફરિયાદ કરી હતી. એક્ટર મેનેજરે ફરિયાદ પર ગોલ્ડી બરાર અને લોરેન્સ બિશ્નોઈની સામે IPCની કલમ 120 (B),34 અને 506 (2) હેઠળ નોંધ્યો હતો અને ઘરની બહાર સુરક્ષા પણ વધારવામાં આવી છે. પોલીસ આ ઈમેઇલની તપાસ કરી રહી છે.