સલમાનને Y+, અક્ષય-અનુપમને X કેટેગરીની સુરક્ષા

મુંબઈ: ધમકીઓ મળવાને પગલે મહારાષ્ટ્ર સરકારે બોલીવુડ અભિનેતાઓ – સલમાન ખાન, અક્ષયકુમાર, અનુપમ ખેરના સુરક્ષા કવચને વધારે મજબૂત બનાવી દેવાનો નિર્ણય લીધો છે. સલમાન ખાનના સુરક્ષા કવચની કેટેગરીને અપગ્રેડ કરવામાં આવી છે. એને Y+ સુરક્ષા કવચ આપવામાં આવશે. એની સુરક્ષા માટે ચાર સશસ્ત્ર જવાન ચોવીસ કલાક તહેનાત રહેશે.

અક્ષયકુમાર અને અનુપમ ખેરને X કેટેગરીની સિક્યુરિટી પૂરી પાડવામાં આવશે. એમનાં રક્ષણ માટે ત્રણ-ત્રણ સશસ્ત્ર સિક્યુરિટી અધિકારી બે શિફ્ટમાં તહેનાત કરવામાં આવશે. સલમાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ખતરો છે. અક્ષયકુમારને એના નાગરિકત્વના મુદ્દે સોશિયલ મીડિયા પર ધમકીઓ અપાઈ છે. જ્યારે અનુપમને ‘કશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ રિલીઝ થયા બાદ ધમકીઓ મળી રહી છે.