સૈફનો મોટો દીકરો ઈબ્રાહિમ ફિલ્મનિર્માણ પ્રક્રિયા શીખે-છે

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાને કહ્યું છે કે એનો પહેલી પત્ની અમ્રિતા સિંઘથી થયેલો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન બોલીવુડમાં પ્રવેશ કરવા માટે તૈયાર થઈ ગયો છે. તે હાલ ફિલ્મનિર્માણની કામગીરીઓ વિશે શીખી રહ્યો છે. તે હાલ નિર્માતા કરણ જોહરને એક ફિલ્મ નિર્માણમાં સહાયતા કરી રહ્યો છે અને એમાંથી પોતે પણ શીખી રહ્યો છે.

સૈફ અલીએ એક યૂટ્યૂબ ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું કે ઈબ્રાહિમ કેમેરાની પાછળ રહીને ફિલ્મનિર્માણની પ્રક્રિયા વિશે શીખી રહ્યો છે. આ ફિલ્મ છે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’, જેમાં રણવીરસિંહ અને આલિયા ભટ્ટની જોડી છે.

ઉલ્લેખનીય છે કે, સૈફ-અમ્રિતાની પુત્રી સારા અલી ખાન બોલીવુડમાં પ્રવેશ કરી ચૂકી છે અને ‘કેદારનાથ’, ‘સિમ્બા’, ‘લવ આજ કલ’, ‘કૂલી નં. 1’માં કામ કરી ચૂકી છે. એની નવી ફિલ્મ આવી રહી છે ‘અતરંગી રે’.

અમ્રિતાથી છૂટાછેડા લીધા બાદ સૈફ અલી ખાને અભિનેત્રી કરીના કપૂર સાથે લગ્ન કર્યાં છે અને બંનેને બે દીકરા છે – તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાન.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]