રામચરણ, ઉપાસના પ્રથમ બાળકને ભારતમાં જ જન્મ અપાવશે

હૈદરાબાદઃ તેલુગુ ફિલ્મ અભિનેતા અને ‘આરઆરઆર’ ફિલ્મના સ્ટાર રામચરણ અને એની પત્ની ઉપાસના કોનિડેલા એમનાં પ્રથમ બાળકનાં જન્મની રાહ જોઈ રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર એવી અટકળો હતી કે દંપતી એમનાં સંતાનનો જન્મ કદાચ અમેરિકામાં કરાવશે.

પરંતુ, ઉપાસનાએ ટ્વિટર પર સ્પષ્ટતા કરી દીધી છે કે એમનાં પ્રથમ બાળકની ડિલિવરી ભારતમાં જ કરવામાં આવશે. પોતાનાં જીવનમાં આવનારા નવા તબક્કા માટે પોતે ખૂબ ઉત્સાહી છે એવું એમણે કહ્યું છે કે અમારાં પ્રથમ સંતાનનો જન્મ અમારી જન્મભૂમિ – ભારતમાં જ કરવા હું ઉત્સૂક છું. અહીં એપોલો હોસ્પિટલમાં વિશ્વ સ્તરની મેડિકલ ટીમ મોજૂદ છે.

માર્ચનાં બીજા અઠવાડિયામાં લોસ એન્જેલિસમાં ઓસ્કર એવોર્ડ કાર્યક્રમ યોજાવાનો છે અને એમાં રામચરણ અભિનીત ‘આરઆરઆર’ ફિલ્મના ‘નાટુ નાટુ’ ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગ અને સ્કોર, એમ બે કેટેગરીમાં નામાંકન મળ્યું છે. ‘આરઆરઆર’ની સમગ્ર ટીમ તથા ભારતનાં લોકોને ઓસ્કર એવોર્ડ મળવાની આશા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]