લતા મંગેશકરની તબિયત વધારે બગડી

મુંબઈઃ કોરોના હોવાનું માલૂમ પડ્યાં બાદ અહીંની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલાં મહાન પાર્શ્વગાયિકા લતા મંગેશકરની તબિયત વધારે બગડી છે.

92-વર્ષીય ભારત રત્ન સમ્માનિત લતાજીને કોરોના બીમારીનો ચેપ લાગવા ઉપરાંત ન્યૂમોનિયા પણ થયો છે. એમને હજી પણ આઈસીયૂમાં રાખવામાં આવ્યા છે અને ડોક્ટરોની એક ટીમ એમની સારવાર-દેખભાળ કરી રહી છે. હાલને તબક્કે એમને મળવાની કોઈ પણ વ્યક્તિને પરવાનગી નથી. લતાજીની તબિયતમાં સુધારો થવામાં થોડોક સમય લાગશે. એમને ક્યાં સુધી આઈસીયૂમાં રાખવા પડશે એ વિશે ડોક્ટરો હાલ કશું કહી શકે એમ નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]