શું કરી રહી છે જેનેલિયા ડીસૂઝા આજકાલ?

નવી દિલ્હીઃ બોલીવુડમાં કેટલીય એવી એક્ટ્રેસ છે કે જે પોતાના લગ્ન બાદ સફળ ફિલ્મી કરિયરને અલવીદા કહી ચૂકી છે. એક આવી જ માસૂમ દેખાતી એક્ટ્રેસ છે જેનેલિયા ડિસૂઝા, જે અત્યારે ફિલ્મોમાં કામ નથી કરતી. આમ છતા પણ તે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. બોલીવુડ એક્ટર રિતેશ દેશમુખની પત્ની જેનેલિયા પોતાના બાળકોની પરવરીશમાં વધારે ધ્યાન આપે છે. વર્ષ 2003 માં આવેલી ફિલ્મ તુજે મેરી કસમથી બોલીવુડમાં એન્ટ્રી કરનારી આ અભિનેત્રી આજે પણ પહેલાની જેમ હોટ અને બ્યુટીફૂલ દેખાય છે. લોકો આ એક્ટ્રેસને વધારેમાં વધારે ફિલ્મોમાં જોવાનુ પસંદ કરે છે. આપ બધાને ખ્યાલ જ હશે કે રિતેશ દેશમુખના પિતા વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા, પરંતુ હવે તેઓ આ દુનિયામાં રહ્યા નથી. કરોડોની સંપત્તિની માલકીન હોવા છતા રિતેશ દેશમુખની પત્ની જેનેલિયાને જરા પણ ઘમંડ નથી અને હંમેશા મીડિયા સાથે સારુ વર્તન કરતી દેખાય છે. રિતેશ અને જેનેલિયા હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના વીડિયોઝ શેર કરતા રહે છે અને લોકો આ કપલના વીડિયોને ખૂબ પસંદ પણ કરે છે અને આ કપલ બોલીવુડનું સૌથી ક્યૂટ કપલ ગણાય છે.

જેનેલિયા ડિસૂઝા ઘણીવાર પોતાના દિકરાને સ્કૂલે મુકવા જતી વખતે દેખાય છે. તાજેતરમાં જ તે પોતાના દિકરા સાથે દેખાઈ હતી. ફોટોગ્રાફ્સમાં સ્પષ્ટ દેખાય છે કે જેનેલિયાનો દિકરો કેમેરાને જોઈને નમસ્તે કરતો દેખાઈ રહ્યો છે તો જેનેલિયા પણ સ્ટાઈલિશ લુકમાં દેખાઈ રહી છે. તે પોતાના દિકરાને શાળાએ મૂકવા જવા માટે ચાલતી જઈ રહી છે. ઘણીવાર તે પોતાના પતિ રિતેશ દેશમુખ સાથે જીમ જતી પણ કેમેરામાં દેખાય છે. ભલે તે બોલીવુડથી દૂર થઈ ચૂકી હોય પરંતુ હંમેશા પાર્ટીઝમાં તે દેખાય છે અને સોશિયલ મીડિયા પર પણ આનું ફેન ફોલોઈંગ મોટું છે. જેનેલિયાએ માત્ર હિંદી જ નહી પરંતુ તમિલ અને તેલુગૂ ફિલ્મોમાં પણ કામ કર્યું છે પરંતુ લગ્ન બાદ પતિ માટે તેણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કર્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]