કિંગ ખાનનું પુત્રી સાથે બોન્ડિંગઃ નવી એડ વાઇરલ

મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનની પુત્રી સુહાનાની સાથે ઘણીસારી બોન્ડિંગ છે. કિંગ ખાનની તાજેતરની કોમર્શિયલ એડમાં પિતા-પુત્રીની ખૂબસૂરત બોન્ડિંગની ઝલક પણ નજરે ચઢી હતી. આ ઝલકમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે સુહાનાની સલાહ શાહરુખ ખાનની લાઇફને વધુ ખૂબસૂરત અને રંગીન બનાવી દે છે.

શાહરુખ ખાને એ વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો છે. જે દુબઈ ટુરિઝમની નવી એડ છે. આ જાહેરાતના પ્રારંભે શાહરુખ ખાનની આઇકોનિક પોઝથી શરૂ થાય છે. જેની પાછળ એટલાન્ટિસ પાલ્મ હોટેલનો ખૂબસૂરત નજારો પણ છે. એ વખતે શાહરુખ શૂટિંગ કરી રહ્યો હોય છે અને તેને ફોન પર આવે છે એતની લાડલી પુત્રી સુહાનાનો કોલ. તે એ વખતે ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર છે. સુહાના અને અને પિતા સાથે દુબઈમાં એન્જોય કરવાની સલાહ આપે છે અને પછી શાહરુખ પુત્રીની સલાહ પર અમલ કરે છે અને નીકળી જાય છે દુબઈના રસ્તાઓ પર ટહેલવા. 

તે રસ્તા પર ડાન્સ કરતો દેખાઈ રહ્યો છે તો ક્યારેય પાર્ટીની મજા માણતો દેખાય છે. તે વચ્ચે-વચ્ચે ફૂટબોલ રમવાની મજા લઈ રહ્યો છે. વિડિયોના અંતમાં સુહાનાનો કોલ આવે છે અને તે પૂછે છે કે કેનો દિવસ કેવો રહ્યો? તેના જવાબમાં શાહરુખના ચહેરા પર સ્મિત ફરક્યું છે અને સુહાનાનો આભાર વ્યક્ત કરે છે તેમ જ તે જણાવે છે કે તેની લાઇફનો આ બેસ્ટ દિવસ છે. શાહરુખના આ વિડિયો પર ફેન્સ પેટ ભરીને પ્રશંસા કરે છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]