રૂ.12 કરોડની ફી: ટીકાકારોને કરીનાનો જડબાતોડ જવાબ

મુંબઈઃ પૌરાણિક કથા પરથી બનનારી એક હિન્દી ફિલ્મમાં સીતાની ભૂમિકા ભજવવા માટે પોતાની ફી વધારી દેવા બદલ અભિનેત્રી કરીના કપૂર-ખાનની સોશિયલ મિડિયા પર ટીકા થઈ છે. નવી ફિલ્મમાં સીતાનાં રોલ માટે કરીનાએ રૂ. 12 કરોડની ફી માગી હોવાનો અહેવાલ છે. જોકે એને કોઈ સત્તાવાર રીતે સમર્થન મળ્યું નથી. ઘણાં ઈન્ટરનેટ યૂઝર્સે કરીનાને લાલચી ગણાવી છે અને એનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

એક મુલાકાતમાં આ વિશે પૂછવામાં આવ્યું તો બે દીકરાની માતા કરીનાએ જવાબ આપ્યો કે, ‘એમાં ખોટું શું છે? સમાન પેમેન્ટ અને સમાન આદર મળવાની માગણી કરી છે. આવી માગણી કરવી એ તો મારો અધિકાર છે. અમુક વર્ષો પહેલાં કોઈ બોલતું નહોતું કે કોઈ ફિલ્મમાં કામ કરવા માટે પુરુષ અને મહિલાને સરખું પેમેન્ટ મળવું જોઈએ. પણ હવે અમારામાંના ઘણાં લોકો એવું બોલવાની હિંમત કરે છે.’

ઉલ્લેખનીય છે કે, બોલીવુડમાં અભિનેતાઓ અને અભિનેત્રીઓને પેમેન્ટમાં સમાનતા હોવી જોઈએ એવું અનુષ્કા શર્મા અને કંગના રણોત જેવી અભિનેત્રીઓ જાહેરમાં બોલી ચૂકી છે. કરીનાની નવી ફિલ્મ આવી રહી છે ‘લાલસિંહ ચઢ્ઢા.’ એમાં તેનો હિરો છે આમિર ખાન. આ ફિલ્મ હોલીવુડની ‘ફોરેસ્ટ ગમ્પ’ ફિલ્મની હિન્દી રીમેક છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]