ઋત્વિક, સુઝેન ખાને પાર્ટનર સાથે કરી પાર્ટી, વિડિયો વાઇરલ

મુંબઈઃ બોલીવૂડ એક્ટર ઋત્વિક રોશન અને સબા આઝાદ અને સુઝેન-અરસલન ગોનીની પાર્ટીના ફોટો વાઇરલ થઈ રહ્યા છે. ઋત્વિક રોશન તેની નવી ગર્લફ્રેન્ડ સાથે હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર ચાલતા જોવા મળ્યો હતો. બંને વચ્ચે રિલેશનશિપ ચાલી રહી હોવાની અફવા છે. ઋત્વિક રોશનની એક્સ-વાઇફ સુઝેન ખાન પણ હાલમાં તેના બોયફ્રેન્ડ અરસલન ગોની સાથે હાથમાં હાથ નાખી ચાલતા જોવા મળ્યા હતા. અરસલન એ ટીવી એક્ટર અલાય ગોનીનો ભાઈ છે. જોકે બંને જોડીઓ ડેટિંગ કરી રહી હોવાની અફવા ચોરે ને ચૌટે ચાલી રહી છે.

ઋત્વિક રોશન પણ સબા આઝાદને લાંબા સમય સુધી ડેટ કરી રહ્યો હોવાનું ફેન માની રહ્યા છે. તેઓ બંને એકસાથે મુંબઈ રેસ્ટોરાં દેખાયાં હતાં, જેથી લોકોને એ જાણવાની ઉત્કંઠા હતી કે આ ચારે વચ્ચે રંધાઈ શું રહ્યું છે. તેમણે તેમનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર પણ મૂક્યો હતો.

ઋત્વિક અને સબા એકમેકને કોમન મિત્ર દ્વારા મળ્યાં હતાં, જે બોલીવૂડના મ્યુઝિક જગતમાં કામ કરે છે. તેમની પહેલી મીટિંગ પછી ઋત્વિક અને સબા એકમેકના સંપર્કમાં હતાં અને ડિનર માટે મળ્યાં હતાં. એરપોર્ટની બહાર પાપારાઝીની સામે બંને જણ સહજ નજરે પડતાં હતાં. એ વખતે ઋત્વિકે સફેદ રંગનું ટીશર્ટ અને ડેનિમ પેન્ટ પહેર્યું હતું. તેની સાથે તેણે ગોગલ્સ અને માસ્ક પણ પહેર્યાં હતાં.