ઈટાલીયન ફેશન હાઉસ ગુચ્ચીએ આલિયાને બનાવી પ્રથમ ભારતીય ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર

મુંબઈઃ ઈટાલીની લક્ઝરી ફેશન બ્રાન્ડ ગુચ્ચીએ બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને ભારતમાંથી તેની પ્રથમ ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરી છે. આલિયાએ હાલમાં જ ન્યૂયોર્ક સિટીમાં મેટ ગાલા-2023 ફેશન શોમાં ડેબ્યૂ કર્યા બાદ ગુચ્ચીએ તેની પર પસંદગી ઉતારી છે.

આલિયા હવે દક્ષિણ કોરિયાના સોલ શહેરમાં આવતી 16 મેએ યોજાનાર ક્રૂઝ-2024 ફેશન શોમાં ગુચ્ચી વતી ઉપસ્થિત થશે. આ શો સોલ શહેરમાં ગુચ્ચીએ શરૂ કરેલા તેના પ્રથમ સ્ટોરના 25 વર્ષની સમાપ્તિના અવસરે યોજવામાં આવનાર છે. આલિયા ભારતમાં ફેશન આઈકોન તરીકે પ્રસિદ્ધ થઈ છે. તે ફેશન રીટેલર કંપની નાઈકામાં ઈન્વેસ્ટર પણ છે.