મુંબઈ – આજે સમગ્ર દેશ ‘રાષ્ટ્રીય બાળકી દિવસ’ ઉજવી રહ્યો છે ત્યારે દેશની ફિલ્મી હસ્તીઓએ એવી અપીલ કરી છે કે દેશમાં દરેક બાળકીનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે એને શિક્ષિત કરવી જોઈએ અને એને સમર્થ બનાવવી જોઈએ. આ અપીલ પ્રસન્નજિત ચેટરજી, યામી ગૌતમ અને તમન્ના ભાટિયા જેવા કલાકારોએ કરી છે.
‘રાષ્ટ્રીય બાળકી દિવસ’ દર વર્ષે 24મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. સમાજમાં બાળકીનાં જન્મ સામે અણગમાનાં દૂષણને ડામવા, કન્યાભ્રૂણ હત્યાઓ અટકાવવા, બાળલગ્ન રોકવા, બાળકીની સુરક્ષા મજબૂત બનાવવા તથા લોકોમાં દીકરો-દીકરી એકસમાનની જનજાગૃતિ કેળવવા માટે દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે.
કઈ ફિલ્મી હસ્તીએ શું કહ્યું?
પ્રસન્નજીત ચેટરજીઃ જગતમાં સુંદરતા, આનંદ અને પ્રેમ લાવનાર બાળકી જ તો છે. દરેક છોકરીને જન્મ લેવાનો અધિકાર છે. આજે રાષ્ટ્રીય બાળકી દિવસે ચાલો આપણે સહુ સંકલ્પ કરીએ કે છોકરીઓને સમાન તકો આપીશું જેથી દરેક ક્ષેત્રમાં એમની પ્રતિભા ઝળકી ઉઠે.
યામી ગૌતમઃ તમે બાળકીને એની મુક્તતા આપો તો તમને જણાશે કે એનામાં કેટલી સમર્થતા છે અને તે શું શું સિદ્ધ કરી શકે છે. એને માત્ર શિક્ષિત કરો એટલું જ નહીં, એને સમર્થ પણ બનાવો.
httpss://twitter.com/yamigautam/status/1088328607322128384
તમન્ના ભાટિયાઃ બાળકીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે એમને ભણાવવી જોઈએ, એમને સમર્થ બનાવવી જોઈએ અને એમને સહાયરૂપ થવું જોઈએ. દુનિયા બદલાઈ રહી છે, તમે પણ બદલાયા કે નહીં? રાષ્ટ્રીય બાળકી દિવસ.
httpss://twitter.com/tamannaahspeaks/status/1088327777810403328
કાજલ અગ્રવાલઃ એ ભલે નાની છે, પણ ખૂબ શક્તિશાળી છે, એવું વિલિયમ શેક્સપીયર જ કહી ગયા છે. માત્ર આજના દિવસ પૂરતું જ નહીં, પણ દરરોજ… એવી જાગૃતિ ફેલાવીએ કે બાળકીઓ એમની સામેનાં પડકારો ઝીલી શકે એ માટે એમને સમર્થ બનાવવી જોઈએ, સુરક્ષિત કરવી જોઈએ અને પ્રોત્સાહિત કરવી જોઈએ.
httpss://twitter.com/MsKajalAggarwal/status/1088332791190675456
બાબુલ સુપ્રિયોઃ આજે રાષ્ટ્રીય બાળકી દિવસે ચાલો આપણે હંમેશને માટે બાળકીઓનં રક્ષણ કરવા માટે એકત્ર થઈએ. આપણી બાળકીઓનું રક્ષણ કરવા, એમનાં અધિકારો તથા હિત માટે પ્રોત્સાહિત કરવાનો સંકલ્પ કરીએ.
httpss://twitter.com/SuPriyoBabul/status/1088279480467185665