ઓહો, કેટરીના તો ‘જેન્ટલમેન્સ ગેમ’ જબરું રમી જાણે છે…

તમે સલમાન ખાન કે બીજા બોલીવૂડ હિરો લોગને એમના નિરાંતના સમયમાં ક્રિકેટ રમતા જોયા હશે, પણ કેટરીના કૈફને ક્યારેય ક્રિકેટ રમતાં જોઈ નહીં હોય તો અહીંયા જોઈ લો. આ અભિનેત્રીની બેટિંગ ટેકનીક જોઈને તમે ચકિત રહી જશો.

આ વિડિયો ક્લિપમાં કેટરીનાને આગામી હિન્દી ફિલ્મ ‘ભારત’ના સેટ પર નિરાંતની પળોમાં ક્રિકેટ રમતી જોઈ શકાય છે. એણે આ વિડિયો પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

કેટરીનાએ આ વિડિયોની સાથેની કેપ્શનમાં અનુષ્કા શર્માને મદદ કરવાની વિનંતી કરી છે. એણે અનુષ્કાને વિનંતી કરી છે કે, ‘તું વર્લ્ડ કપ 2019 પૂર્વે તારાં પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનાં પ્રોત્સાહન માટે બે શબ્દો લખ.’

સાથોસાથ, કેટરીનાએ રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ‘ગલી બોય’ ફિલ્મને પણ વિશિષ્ટ રીતે પ્રમોટ કરી છે.

એણે ‘ગલી બોય’નો એક સંવાદ લખ્યો છેઃ ‘અપના ટાઈમ આયેગા.’

‘ભારત’ ફિલ્મમાં સલમાન શિર્ષક ભૂમિકામાં છે. એની સાથે મુખ્ય અભિનેત્રી કેટરીના છે. આ બે ઉપરાંત તબુ, દિશા પટની, આસીફ શેખ, જેકી શ્રોફ અને સુનીલ ગ્રોવર પણ મહત્ત્વની ભૂમિકાઓમાં છે.

અલી અબ્બાસ ઝફર દિગ્દર્શિત આ ફિલ્મ 2019ની પાંચ જૂને ઈદના તહેવારમાં રિલીઝ થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]