ડ્વેન જોન્સન-એમિલી બ્લન્ટ સ્ટારર ‘જંગલ ક્રૂઝ’નું ટ્રેલર લોન્ચ

મુંબઈઃ ડ્વેન જોન્સન-એમિલી બ્લન્ટ સ્ટાટરની આગામી ફેન્ટસી એડવેન્ચર ‘જંગલ ક્રૂઝ’નું ટ્રેલર ગુરુવારે લોન્ચ થયું હતું. આ ફિલ્મમાં અન્ય એક્ટરોમાં એડગર રામિરેઝ, જેક વાઇટહોલ, જેસી પેલેમન્સ અને પોલ જિયામાટી અને અન્ય કલાકારો સામેલ છે અને એનું નામ લોકપ્રિય ડિઝનીલેન્ડ થિમ પાર્કની રાઇડથી પ્રેરિત છે. આ ફિલ્મનું નિર્દેશન જાણીતા જેમ કોલેટ-સેરા દ્વારા કરવામાં આવ્યું છે, જે ફિલ્મોના ડિરેક્ટર છે, જે સ્પેનિશ અને અમેરિકન ફિલ્મોને ડિરેક્શન કરી ચૂક્યા છે. તેમણે ‘હાઉસ ઓફ વેક્સ’, ‘ઓર્ફાન’, ‘ધ શેલોઝ’, ‘અનનોન’ અને ‘ગોલ II: લિવિંગ ધ ડ્રીમ’ને નિર્દેશિત કરી છે.

આ ફિલ્મની સ્ટોરી જોન નોરવિલ, જોશ ગોલ્ડસ્ટીન, ગ્લેન ફિકારા અને જોન રિકા દ્વારા લખવામાં આવી છે, જ્યારે  ફિલ્મની પટકથા (સ્ક્રીનપ્લે) પર માઇકલ ગ્રીન, ગ્લેન ફિકારા અને જોન રિકાએ કામ કર્યું છે. ફિલ્મના અભિનય સિવાય જોન્સનને ડિઝની ફિલ્મના પ્રોડ્યુસર તરીકે પણ શ્રેય આપવામાં આવે છે, જે 30 જુલાઈએ આંતરરાષ્ટ્રીય રિલીઝ માટે તૈયાર છે. ‘જંગલ ક્રૂઝ’ પણ ભારતમાં મોટા પડદે રિલીઝ થવાની છે.  

20મી સદીના પ્રારંભે બનેલી આ ફિલ્મ ફ્રેન્ક વૂલ્ફ (જોન્સન) નામે રિવર બોટના કેપ્ટન છે, જે વૈજ્ઞાનિક ડો. લીલી હાઉટન (બ્લન્ટ) સાથે ‘ટ્રી ઓફ લાઇફ’ને શોધવા એક ખતરનાક જંગલમાં લઈ જાય છે, જે કહેવામાં આવે છે કે એ અદ્રશ્ય શક્તિ છે. આ જંગલના પ્રવાસ દરમ્યાન તેઓ અનેક જંગલી પ્રાણી અને સુપરનેચરલ ફોર્સિસ સાથે લડે છે.