કેમ ‘બોયકોટ કેબીસી’ ટ્વીટર પર ટ્રેન્ડ થયું? ચેનલે વ્યક્ત કર્યો ખેદ

મુંબઈ: અમિતાભ બચ્ચનનો ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ હાલ ચર્ચામાં છે. ‘કેબીસી’માં અમિતાભે સ્પર્ધકને સવાલ પૂછ્યો હતો, ‘ઈનમેં સે કૌન સે શાસક મુઘલ સમ્રાટ ઔરંગઝેબ કે સમકાલીન થે?’ આમાં ઓપ્શન આપવામાં આવ્યાં હતાં, મહારાણા પ્રતાપ, રાણા સાંગા, મહારાજા રંજીત સિંહ, શિવાજી. શોમાં છત્રપતિ શિવાજી મહારાજનું નામ માત્ર ‘શિવાજી’ તરીકે મેન્શન કરવામાં આવ્યું હતું.

ચાહકો માની રહ્યાં છે કે શોમાં છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરવામાં આવ્યું છે અને જેથી શોને બોયકોટ કરવાની તથા સોની ટીવી માફી માગે, તેવી ડિમાન્ડ કરી રહ્યાં છે. ટ્વિટર પર #Boycott_KBC_SonyTv ટ્રેન્ડ કરી રહ્યું છે.

 

ટ્વીટર પર યૂઝર્સનો ગુસ્સો

એક ટ્વીટર યુઝરે કહ્યું હતું, મુઘલ હુમલાખોરને ‘સમ્રાટ’ તથા છત્રપતિ શિવાજી મહારાજને માત્ર શિવાજી, આ કેમ? આ ઘણું જ નિરાશાજનક છે. શરમ કરો. તો અન્ય એક યુઝરે કહ્યું, ‘કેબીસી’ તરફથી કરવામાં આવેલું ઘણું જ નિરાશાજનક કામ. ક્રૂર શાસકને આ લોકો સમ્રાટ કહે છે અને જે ગ્રેટ કિંગ, જે દેશ માટે લડ્યો, તેને માત્ર ‘શિવાજી.’ છત્રપતિ શિવાજી પ્રત્યે કોઈ આદર નથી. આ શરમજનક છે.

તો એકે કહ્યું હતું, છત્રપતિ શિવાજી મહારાજનું નામ આદર સાથે ના લેવું, તે યોગ્ય છે? વીર યૌદ્ધાનું અપમાન કરવું કેટલું શરમજનક છે, તે પોતાની જાતને પૂછી જુઓ. આ રીતના ઘટના દિવસે દિવસે વધતી જાય છે. જાગો હિંદુ જાગો હિંદુ ધર્મા માટે, હિંદુ રાષ્ટ્ર માટે. તો અન્ય એક યુઝરે કહ્યું હતું, અમારી એવી કંપની નથી જોઈતી, જે આપણાં દેશના રિયલ હિરોનું સન્માન ના કરે. સોની ટીવીએ આ માટે માફી માગવી પડશે. શિવસેનાએ તમારી ચેનલને નોટિસ મોકલવી જોઈએ.