‘બિગ-બોસ-15’ની વિજેતા તેજસ્વી પ્રકાશ; રૂ.40-લાખનું ઈનામ

મુંબઈઃ કલર્સ ટીવી પર અને બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન દ્વારા સંચાલિત રિયાલિટી શો ‘બિગ બોસ-15’નો ગઈ કાલે ગ્રાન્ડ ફિનાલે-ઈનામ વિતરણ સમારંભ યોજાઈ ગયો. એ સાથે જ 16-સપ્તાહના રોમાંચ-સસ્પેન્સનો અંત આવી ગયો. ‘બિગ બોસ’ની 15મી આવૃત્તિમાં વિજેતા બની તેજસ્વી પ્રકાશ. એ એન્જિનિયરીંગ વિદ્યાર્થિનીમાંથી ટીવી સિરિયલની અભિનેત્રી બની છે. એ ‘નાગિન 5’ સિરિયલમાં ચમકી હતી.

તેજસ્વી પ્રકાશને આ જીત બદલ રૂ. 40 લાખનું રોકડ ઈનામ મળ્યું છે. વિજેતા ટ્રોફી માટે પ્રતિક સેહજપાલ ફેવરિટ હતો, પણ એને રનર-અપથી સંતોષ માનવો પડ્યો છે. ‘બિગ બોસ-15’ શો 120 દિવસ સુધી ચાલ્યો હતો. તેમાં 24 હાઉસમેટ્સને સામેલ કરવામાં આવ્યા હતા. શોના કુલ 122 એપિસોડ થયા હતા.