મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી અમીષા પટેલે હાલમાં જ એની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે જે તેનાં એક હોટ ફોટોશૂટમાંથી મેળવેલી છે.
એ વાતમાં કોઈ શંકા નથી કે એ તસવીરમાં અમીષા બેહદ મોહક લાગે છે.
કહો ના પ્યાર હૈની અભિનેત્રી કાળા ડ્રેસમાં એટલી બધી આકર્ષક લાગે છે કે એની આ તસવીર સોશિયલ મિડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી છે.
અમીષા સોશિયલ મિડિયા પર ઘણી સક્રિય રહે છે અને અવારનવાર એનાં પ્રશંસકો માટે પોતાની નવી પોસ્ટ શેર કરતી હોય છે.
ઈન્સ્ટાગ્રામ પર એનાં 24 લાખ ફોલોઅર્સ છે અને પોતાનો એકાઉન્ટ નિયમિત રીતે અપડેટ કરતી હોય છે.
એની લેટેસ્ટ તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે.
અમીષાએ 2000માં હૃતિક રોશન સાથે કહો ના પ્યાર હૈ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. એણે ઘણી તેલુગુ અને તામિલ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.
2001માં, સની દેઓલ સાથે એણે ‘ગદરઃ એક પ્રેમકથા’ ફિલ્મમાં કરેલો અભિનય અને ફિલ્મ ખૂબ જ પ્રશંસા પામ્યાં હતાં. એ રોલ માટે એને ફિલ્મફેર સ્પેશિયલ પરફોર્મન્સ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
2011માં, અમીષાએ પોતાની ફિલ્મ નિર્માણ કંપની શરૂ કરી હતી, જેનું એણે નામ રાખ્યું હતું, અમીષા પટેલ પ્રોડક્શન્સ.
છેલ્લે, તે સની દેઓલની એક્શન કોમેડી ફિલ્મ ભૈયાજી સુપરહિટમાં જોવા મળી હતી. એમાં પ્રીતિ ઝીન્ટા મુખ્ય ભૂમિકામાં હતી.