ક્લોઝ અપઃ શિલ્પા શેટ્ટી

મિથુન રાશિની આ હીરોઈનનું અસલી નામ શિલ્પા શેટ્ટી જ છે.

‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ.


* લાડકું નામ: મન્યા

* જન્મ તારીખ: ૮ જૂન ૧૯૭૫

* માતા સુનંદા શેટ્ટી, પિતા: સ્વ. સુરેન્દ્ર શેટ્ટી

* એક નાની બહેન છે. નામ સમતા શેટ્ટી છે.

* ભણતર: મુંબઈની પોદાર કૉલેજમાં બારમા ધોરણ સુધી.

* આંખો કાળી: રંગ ઘઉં વર્ણ, વાળ કાળાં.

* પ્રથમ ફિલ્મ: ગાતા રહે મેરા દિલ

* પ્રથમ નિર્દેશક: દિલીપ નાઈક

* પ્રથમ હીરો: રોનીત રૉય અને કરણ રૉય.

* પ્રથમ રિલીઝ ફિલ્મ ‘બાઝીગર’.

* માર્શલ આર્ટ્સની નિષ્ણાત છે.

* પ્રિય કલાકાર: અમિતાભ બચ્ચન

* પ્રિય હીરોઈન: મધુબાલા

* પ્રિય પાશ્ર્ચાત્ય કલાકારો: ટૉમ ક્રુઝ અને અલ પચીનો અને જુલિયા રૉબર્ટ્સ.

* પ્રિય ફિલ્મ: પ્રીટી વુમન.

* પ્રિય ગાયકો: કિશોરકુમાર, રિચર્ડ ક્લાઈડરમેન, કેનીજી, રિચર્ડ માર્ક્સ અને વ્હીટ્ની હ્યુટન.

* ધીમું અને કર્ણપ્રિય સંગીત ગમે છે.

* હસ્તરેખા શાસ્ત્ર અને જ્યોતિષમાં માને છે.

* માતા બન્ને વિદ્યાઓમાં પારંગત છે.

* મનગમતો રંગ કાળો.

* પ્રિય ડ્રિન્ક: થમ્સ અપ.

* પ્રિય હિંદી રૉમેન્ટિક ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ અને ‘બાઝીગર’.

* પ્રિય પોશાક જીન્સ અને ટી શર્ટ્સ. વાર તહેવારે સાડી અને સલવાર કમીઝ પણ પહેરે છે.

* ચોકલેટ પુષ્કળ ભાવે છે.

* પ્રિય કાર: મર્સીડીઝ, રૉલ્સ રોઈસ અને પૉર્શ.

* વીંટી અને બંગડીઓનો સંગ્રહ કરે છે.

* આર્ચીના કૉમિક્સ વાંચવા ગમે છે.

* વખત મળે ત્યારે ચાઈનીઝ વાનગીઓ રાંધીને ખાય છે. ખવડાવે છે.

* પ્રાણીઓ ખૂબ ગમે છે. પાળેલી પાર્શિયન બિલાડીનું નામ ‘ટોકા’ છે.

* પ્રિય પરફ્યૂમ: નીના, રિકી અને શેનલ.

* પોતાની માતાને જ આદર્શ માને છે.

* ભરત નાટ્યમની છ વર્ષ પ્રેક્ટિસ કરી છે.

* વહેલી ઊઠીને વહેલી સુઈ જાય છે.

અહેવાલઃ જ્યોતિ વ્યંકટેશ