‘હીરોપંતી 2’ની એક્ટર તારાની હોલીવૂડમાં પર્દાપણ કરવાની મંછા

મુંબઈઃ ફિલ્મનિર્માતા સાજિદ નડિયાદવાલાની ટાઇગર શ્રોફ, તારા સુતરિયા અને નવાજુદ્દીન સિદ્દીકી સ્ટારર ફિલ્મ ‘હીરોપંતી 2’ બોક્સ ઓફિસ પર સારીએવી કમાણી કરી રહી છે. શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મે ત્રણ દિવસોમાં રૂ. 15 કરોડની કમાણી કરી લીધી છે. ટાઇગર શ્રોફ અને તારા સુતરિયાની આ મસાલા ફિલ્મ છે અને આશા છે કે ઇદ પર આ ફિલ્મ સારીએવી કમાણી કરશે. આ ફિલ્મમાં ઇનાયાની ભૂમિકા ભજવી છે, એ તારાએ હોલીવૂડમાં કામ કરવા વિશે ઇચ્છા જાહેર કરી છે.

બોલીવૂડ એક્ટ્રેસ તારાને લાગે છે કે હોલીવૂડ ફિલ્મોમાં ભારતીય હીરો-હિરોઇનોની હાજરી ઓછી છે. પછી ભલે સંગીત હોય કે એક્ટિંગમાં ભારતીય કલાકારોની ત્યાં ઓછી હાજરી વર્તાઈ છે. હવે હું પણ હોલીવૂડમાં કામ કરવા તત્પર છું. હું પછીથી પસ્તાવો કરવા નથી માગતી, પણ હાલ હું બોલીવૂડમાં ફિલ્મો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું. એમ તેણે કહ્યું હતું. હાલ તે ‘હીરોપંતી 2’ પછી ત્રણેક વધુ ફિલ્મોમાં કામ કરી રહી છે.

તેણે પહેલાં ખુલાસો કર્યો હતો કે તે વિલ સ્મિથ અભિનિત રિચીની ‘અલાદ્દીન’માં રાજકુમારી જસ્મિનની ભૂમિકા ભજવવાની હતી, પણ પછીથી તેણે ‘સ્ટુડન્ટ્સ ઓફ ધ યર 2’માં ડેબ્યુ કર્યું હતું. વર્ષ 2019માં ‘સ્ટુડન્ટ્સ ઓફ ધ યર 2’માં ડેબ્યુ કર્યા પછી એક્ટર 2014માં બનેલી એક વિલનની સિક્વલમાં દેખા દેશે.

જોકે ‘હીરોપંતી 2’ને 29 એપ્રિલે પ્રતિકૂળ રિવ્યુ મળ્યા હતા, પણ રિલીઝ થયા પછીના રવિવારે ફિલ્મે રૂ. પાંચ કરોડનો બિઝનેસ કર્યો હતો.