ઇંગ્લેન્ડની ટીમે ભારત સામેની પહેલી ટી20 મેચ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. આ મેચ 22 જાન્યુઆરીએ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે યોજાવાની છે. ઇંગ્લેન્ડે મેચના એક દિવસ પહેલા બુધવારે ટીમની જાહેરાત કરી હતી. કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે ભારત સામે શરૂ થનારી પ્રથમ T20 મેચ માટે લેન્કેશાયરના ફિલ સોલ્ટ વિકેટકીપિંગ કરશે. તે નોટિંગહામશાયરના બેન ડકેટ સાથે બેટિંગની શરૂઆત કરશે. જ્યારે કેપ્ટન જોસ બટલર ત્રીજા નંબર પર બેટિંગ કરશે. આ ઉપરાંત ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને માર્ક વુડને પણ પ્લેઇંગ ૧૧માં સ્થાન મળ્યું છે. જોફ્રા આર્ચરે છેલ્લે 20 માર્ચ 2021ના રોજ ભારતીય ભૂમિ પર T20 માં ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આવી સ્થિતિમાં, તે લગભગ 4 વર્ષ પછી ભારતીય ધરતી પર ક્રિકેટ રમવા આવી રહ્યો છે. તે પોતાના ઝડપી બોલથી ભારતીય ટીમ માટે સમસ્યા બની શકે છે.
Firepower with bat and ball 💥
Brendon McCullum has named the first white-ball team of his reign for tomorrow's opening IT20 v India 💪 pic.twitter.com/DSFdaWVPrB
— England Cricket (@englandcricket) January 21, 2025
સૂર્યકુમાર યાદવ ટી20 શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરશે
સૂર્યકુમાર યાદવ ટી20 શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરશે. જ્યારે અક્ષર પટેલને આ શ્રેણી માટે ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 2023ના ODI વર્લ્ડ કપ પછી શમી ક્રિકેટની બહાર હતો. 34 વર્ષીય મોહમ્મદ શમી લગભગ 14 મહિના પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો છે. 2023ના વર્લ્ડ કપ પછી શમીની સર્જરી થઈ હતી. શમી તેના ડાબા ઘૂંટણમાં સોજાને કારણે તાજેતરના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ રમી શક્યો ન હતો. પસંદગીકારોએ આ T20 શ્રેણી માટે બીજા વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલની પસંદગી કરી છે. જ્યારે સંજુ સેમસન પહેલી પસંદગીના વિકેટકીપર તરીકે ટીમનો ભાગ છે.
A look at the Suryakumar Yadav-led squad for the T20I series against England 🙌#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/nrEs1uWRos
— BCCI (@BCCI) January 11, 2025
દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટી20 ટીમનો ભાગ રહેલા જીતેશ શર્માના સ્થાને ધ્રુવ જુરેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. રમણદીપ સિંહના સ્થાને ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસને ધ્યાનમાં રાખીને નીતિશ દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં ટીમનો ભાગ બની શક્યા નહીં. બીજી તરફ, ઓલરાઉન્ડર શિવમ દુબે પણ ટી20 ટીમમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યો ન હતો. ઈજાના કારણે રિયાન પરાગ ટીમનો ભાગ બની શક્યો નહીં.
પ્રથમ ટી20 માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન
બેન ડકેટ, ફિલ સોલ્ટ (વિકેટકીપર), જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, જેમી ઓવરટન, ગુસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ
ઇંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણી માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (ઉપ-કેપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર)
ઇંગ્લેન્ડનો ભારત પ્રવાસ
પહેલી ટી20 – 22 જાન્યુઆરી – કોલકાતા
બીજી ટી20 – 25 જાન્યુઆરી – ચેન્નાઈ
ત્રીજો ટી20 – 28 જાન્યુઆરી – રાજકોટ
ચોથી ટી20 – 31 જાન્યુઆરી – પુણે
પાંચમી ટી20 – 2 ફેબ્રુઆરી – મુંબઈ
પહેલી વનડે – 6 ફેબ્રુઆરી – નાગપુર
બીજી વનડે – 9 ફેબ્રુઆરી – કટક
ત્રીજી વનડે – 12 ફેબ્રુઆરી – અમદાવાદ