તલાટીની પરીક્ષાને લઈને તંત્ર દ્વારા જડબેસલાક તૈયારીઓ કરવામા આવી

આગામી 7 મેના રોજ તલાટીની પરીક્ષા યોજાવા જઈ રહી છે. ત્યારે આ વખતે તલાટીની પરીક્ષાને લઈને તંત્ર દ્વારા જડબેસલાક તૈયારીઓ કરવામા આવી છે. આ માટે રાજ્યનું પોલીસ તંત્ર અને ઈન્ટલેજન્સ સજ્જ બન્યું છે. આ વખતે ગેરરીતિને અટકાવવા માટે તંત્રએ ખાસ તૈયારી કરી હોવાનુ જણાવવામા આવ્યું છે.

હસમુખ પટેલે આપી માહીતી

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) દ્વારા આગામી 7મી મેએ ગુજરાતમાં તલાટીની પરીક્ષા યોજવાની છે. આ પરીક્ષાને લઈને તંત્ર દ્વારા સજ્જડ તૈયારીઓ કરવામા આવી છે. જે અંગે માહીતી આપતા હસમુખ પટેલે જણાવ્યું હતુ કે તલાટીની પરીક્ષામાં ગેરરીતિ કરનારાને છોડવામાં નહીં આવે પરીક્ષામાં થતી ગેરરીતે પકડી પાડવા માટે રાજ્યમાં ઈન્ટેલિજન્સની જાળ ગોઠવવામાં આવી છે.


ગેરીરીતી અટકાવવા ઈન્ટેલિજન્સની જાળ બિઝાવી

હસમુખ પટેલે માહીતી આપતા જણાવ્યું હતુ કે મે ઈન્ટેલિજન્સના વડા અનુપમસિંહ ગેહલોત સાથે વાત કરી હતી. તેમણે ગેરરીતી અટકાવવા માટે સમગ્ર રાજ્યમાં ઈન્ટેલિજન્સની જાળ બિછાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તેમજ ઈન્ટેલિજન્સની આ જાળથી કોઈ પણ તત્વો, કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરતા હશે તો પકડાઈ જશે તેમ જણાવવામા આવ્યુ હતું.


ગેરરીતીની જાણ માટે રાજ્ય હેલ્પલાઈન જાહેર કર્યો

હસમુખ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે જો ઉમેદવારને કોઈ ગેરરીતિની માહિતી મળે તો તેઓ રાજ્ય હેલ્પલાઈન નંબર 8758804212, 8758804217 પર જાણ કરી શકે છે. હસમુખ પેટેલે પોતાના ટ્વીટર અકાઉન્ટ તથા વેબસાઈટ પર પણ આ હેલ્પલાઈન નંબર મૂક્યો છે. અને કોઈ પણ પ્રકારની ગેરરીતી જણાય તો આપેલ નંબર પર જાણ કરવા અપીલ કરી છે.