એક ભારત-શ્રેષ્ઠ ભારતઃ હવે તમામ રાજ્યો એક બીજાનો સ્થાપના દિવસ ઉજવશે

હવે દેશના તમામ રાજ્યો એકબીજાના સ્થાપના દિવસની ઉજવણી કરશે. કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે આ મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ અંતર્ગત હવે તમામ રાજ્યો માત્ર પોતાનો સ્થાપના દિવસ જ નહીં પરંતુ અન્ય રાજ્યોનો પણ સ્થાપના દિવસ ઉજવશે. એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. આ અંતર્ગત હવેથી દેશના તમામ રાજભવનોમાં તમામ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે.

આવતીકાલે તમામ રાજ્યોમાં મહારાષ્ટ્ર-ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે

મળતી માહિતી મુજબ, આ નિર્ણય હેઠળ 1 મેના રોજ દેશભરના રાજભવનોમાં મહારાષ્ટ્ર અને ગુજરાતનો સ્થાપના દિવસ ઉજવવામાં આવશે. 20 રાજ્યો અને તમામ આઠ કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમના સંબંધિત રાજભવન (ગવર્નર હાઉસ) અને રાજ નિવાસ (લેફ્ટનન્ટ ગવર્નરના નિવાસસ્થાન) ખાતે ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસની ઉજવણીની પુષ્ટિ કરી છે. જેમાં 30 રાજભવનનો સમાવેશ થાય છે. ગુજરાત અને મહારાષ્ટ્રના રહેવાસીઓને અન્ય રાજ્યોની સાથે સ્થાપના દિવસની ઉજવણી માટે રાજભવનમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત સોમવારે લગભગ તમામ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

સરદાર પટેલની 140મી જન્મજયંતિ પર PMએ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની જાહેરાત કરી

સરદાર વલ્લભભાઈ પટેલની 140મી જન્મજયંતિ પર 31 ઓક્ટોબર, 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ પહેલની જાહેરાત કરી હતી. આ પહેલનો ઉદ્દેશ્ય વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે તેમની સંસ્કૃતિ, પરંપરાઓ અને પ્રથાઓનું જ્ઞાન વધારીને તેમની વચ્ચે સમજણ અને જોડાણ વધારવાનો અને ભારતની એકતા અને અખંડિતતાને પણ મજબૂત કરવાનો છે.

2025 સુધીમાં વેક્સિન માર્કેટ 252 અબજ સુધી પહોંચવાની અપેક્ષા: ડૉ. જીતેન્દ્ર સિંહ

ફાર્મા અને બાયોટેકનોલોજી ક્ષેત્રે દેશની પ્રગતિ પર પ્રકાશ પાડતા, કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે રવિવારે જણાવ્યું હતું કે ભારતીય રસી બજાર 2025 સુધીમાં રૂ. 252 અબજના મૂલ્ય સુધી પહોંચવાની અપેક્ષા છે. યુનાઇટેડ કિંગડમની 6 દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે 175 વર્ષ જૂના લંડન સાયન્સ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. તેમણે સરકાર દ્વારા ભારતમાં સમાન વિજ્ઞાન સંગ્રહાલયો સ્થાપવાની વાત કરી હતી.

મંત્રીએ જણાવ્યું હતું કે આ મ્યુઝિયમો સ્થાપવાનો વિચાર સામાન્ય નાગરિકો ખાસ કરીને યુવાનોને તેમની છુપાયેલી ક્ષમતાનો અહેસાસ કરાવવામાં મદદ કરવાનો છે અને કેટલીકવાર તેમની આંતરિક ક્ષમતાઓને પણ શોધી કાઢે છે જેના વિશે તેઓ કદાચ જાણતા પણ નથી. સાયન્સ મ્યુઝિયમ લંડનના દક્ષિણ કેન્સિંગ્ટનમાં એક્ઝિબિશન રોડ પર આવેલું છે. તેની સ્થાપના 1857માં થઈ હતી.