કેજરીવાલ અને મોદી વચ્ચે કોઈ ફરક નથી : રાહુલ ગાંધી

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પોતાની પહેલી રેલીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે બંને નેતાઓ વચ્ચે બહુ ફરક નથી. જેમ નરેન્દ્ર મોદીજી એક પછી એક મીડિયાને ખોટા વચનો આપી રહ્યા છે. કેજરીવાલજી પણ એવું જ કરે છે.

રાહુલ ગાંધીએ શીલા દીક્ષિતની સરકારના સમયની યાદ અપાવીને અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, જ્યારે કેજરીવાલજી આવ્યા, ત્યારે તમને યાદ હશે, શીલાજીની સરકાર હતી. તમને યાદ છે એ દિલ્હી? કેજરીવાલજી આવ્યા અને તેમણે પ્રચાર કર્યો કે તેઓ દિલ્હીને સાફ કરશે, ભ્રષ્ટાચાર નાબૂદ કરશે, તેને પેરિસ બનાવશે, હવે જુઓ શું થયું.