મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રની હિંદુજા હોસ્પિટલમાં સર્જરી કરાશે. જેમાં અનુજ પટેલની સર્જરીની પ્રક્રિયા હાથ ધરાશે. તથા ઓપરેશન બાદ અનુજ પટેલને ICUમાં રખાશે. તેમજ મુંબઈની હિંદુજા હોસ્પિટલે હેલ્થ બુલેટિન જાહેર કર્યું છે. બીજી સર્જરી કર્યા બાદ 24 કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રખાશે. તથા નિષ્ણાંત તબીબોની સૂચના બાદ મુ્ંબઈ સારવાર લઈ જવાયા હતા.
CM ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજની તબિયત નાદુરસ્ત છે. જેમાં અનુજ પટેલને સારવાર માટે મુંબઈ લઈ જવાયા છે. તેમાં મુંબઈની હિંદૂજા હોસ્પિટલમાં અનુજ પટેલને આજે સવારે લાવવામાં આવ્યા છે. તથા CM ભૂપેન્દ્ર પટેલ પત્ની સાથે હિંદૂજા હોસ્પિટલ પહોંચ્યા છે. સાથે મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે પણ હોસ્પિટલ પહોંચ્યા છે. ન્યૂરો સર્જન પી.પી.અશોક અનુજ પટેલની સારવાર કરશે. તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ મુંબઈ જશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રના ખબર જાણવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મુંબઈ જવા રવાના થયા છે. તેઓ પણ હિન્દુજા હોસ્પિટલ જશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જે પછી અનુજ પટેલને તાત્કાલિક ધોરણે સારવાર માટે કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે પછી તેમનું બે કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી સહિત તેમનો સમગ્ર પરિવાર હોસ્પિટલમાં હાજર રહ્યો હતો. જે પછી અનુજ પટેલને બે દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવી હતી. જો કે બાદમાં અનુજ પટેલને મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.