આયાત પર 60 ટકા શૂલ્ક લાગશે તો યુઆનનું ડિવેલ્યુએશન કરશે ચીન

નવી દિલ્હીઃ ચીન એની કરન્સી યુઆનનું ફરીથી ડિવેલ્યુએશન કરે એવી શક્યતા છે. ચીન આ પગલું અમેરિકાના નવી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતિની સામે ઝીંક ઝીલવા માટે ભરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી ચીની આયાત પર 60 ટકા સુધી શૂલ્ક લગાવવાની વાત કહી છે. જેનાથી ચીનથી થનારી નિકાસ મુશ્કેલીમાં ફસાઈ જશે. એટલે ચીન કરન્સી યુઆનનું ડિવેલ્યુએશન કરે એવી એવી શક્યતા છે. જેથી ચીની ઉત્પાદનો સસ્તાં થશે અને એને ટેરિફની અસર ઓછી થશે.

ચીને આ ઉપરાંત યુઆનની સ્થિરતા માટે હોંગકોંગમાં વિદેશી મુદ્રા ભંડાર વધારવા અને મૂડીરોકાણમાં સુધારો કરવાની યોજના બનાવી છે. એમાં કંપનીઓને વિદેશી કંપનીઓને ઉધાર વધારવાની મંજૂરી સામેલ છે.

જોકે ચીન યુઆનનું ડિવેલ્યુએશન કરશે તો એની અસર વિશ્વના સપ્લાય ચેઇન પર પડશે, કેમ કે ચીનની સાથે વિશ્વની હરીફાઈ સખત થઈ જશે, કેમ કે ચીન એનો માલસામાન સસ્તો કરીને બજારમાં ઉતારશે. આવામાં વિશ્વના મોટા અર્થતંત્રને ચીનના ગ્રોથને ફટકો લાગવાની શક્યતા છે.

નવેમ્બરના પ્રારંભે ટ્રમ્પના ચૂંટણી જીત્યા પછી ચીનના ઓફશોર યુઆનમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે અને ઓનશોર યુઆન પર 16 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો છે. બીજી બાજુ ચીનની સંભાવનાઓને લઈને અનેક રોકાણકારો નિરાશ છે, કેમ કે અર્થતંત્ર હાલના સમયે રિયલ એસ્ટેટ સંકટ અને ઉપભોક્તા ખર્ચમાં ઘટાડાથી ઝઝૂમી રહ્યું છે. એ સાથે ડિફ્લેશને અર્થતંત્રને બહુ નુકસાન પહોંચાડ્યું છે.