જૂનગાઢ જવા માટે મુખ્યમંત્રીએ તૈયારી દાખવી હતી પરંતુ વીઝીબીલીટી ન હોવાથી ત્યાં પહોંચી શકાય તેમ નથી માટે તેઓ તાત્કાલિક ગાંધીનગર જવા રવાના થાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા ગાંધીનગરથી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી હતી, ત્યારે હાલ તેઓ અસરગ્રસત વિસ્તારો પર સતત નજર રાખી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી કરી. જૂનાગઢ જિલ્લા કલેકટર સાથે વિડિયો કોન્ફરન્સ કરીને સ્થિતિનો તાગ મેળવ્યો. શહેરમાં જ્યાં વધુ પાણી ભરાયાં છે ત્યાંના લોકોને સલામત સ્થળે ખસેડવા માટેના પ્રબંધ અંગે તેમજ… pic.twitter.com/qqH5Ldagzh
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 22, 2023
જૂનાગઢમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિ ને પગલે મુખ્યમંત્રી રાજકોટનો તેમનો પ્રવાસ ટુંકાવી હવાઈ માર્ગે અમદાવાદ પહોંચ્યા હતા અને ત્યાંથી વરસતા વરસાદમાં સીધા જ ગાંધીનગર સ્ટેટ કન્ટ્રોલ રૂમ આવ્યા હતા. કન્ટ્રોલ રુમ પહોંચતાની સાથે જ મુખ્યંત્રીએ જૂનાગઢ જિલ્લા કલેકટર સાથે વિડિયો કોન્ફરન્સ કરીને સ્થિતિના હાલ પુછ્યા હતા, તેની સાથે ત્યાની સ્થિતિમાં સુધારો ન થાય ત્યાં સુધી ખડે પગે રહેવા ક્લેક્ટરને કહ્યું હતું.
જૂનાગઢમાં વરસાદના પગલે હાહાકાર, આખું શહેર પાણી પાણી, અનેક ઢોર તણાયા, ઘરોમાં પાણી ઘુસ્યું, ચારે બાજુ હાહાકાર, સરકારે ઘરની બહાર ન નિકળવાની કરી અપીલ…#junagadh #Flood #junagadhrain #GujaratRain #HeavyRains #Rain @sanghaviharsh @Bhupendrapbjp @CMOGuj @BJP4Gujarat @InfoGujarat pic.twitter.com/jZfgNvxcS7
— joshi paras prem (news updated) (@joshiparasprem) July 22, 2023
ભારે વરસાદના કારણે જૂનાગઢ શહેર દરીયામાં ફેરવાયું હતું. આજે બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી અને માત્ર 4 કલાકમાં જ 14 કરતા પણ વધુ વરસાદ ખાબક્યો હતો. જેને લીધે જુનાગઢ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. એટલું જ નહીં ભારે પાણીના વહેણમાં બાઇક, કાર અને વ્યક્તિઓ પણ તણાયા હતાં. આવી સ્થિતીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જૂનાગઢ શહેરમાં જ્યાં વધુ પાણી ભરાયાં છે ત્યાંના લોકો ને સલામત સ્થળે ખસેડવા માટેના પ્રબંધ અંગે જિલ્લા ક્લેક્ટરને વિડિયો કોન્ફરન્સથી સલાહ આપી હતી, તેમજ પાણી ગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ્સ વગેરે પહોચાડવાની વ્યવસ્થા અંગે મુખ્યમંત્રીએ જાણકારી મેળવી હતી.
જુનાગઢમાં મેઘતાંડવ, આખું શહેર પાણીમાં ગરકાવ#junagadh #gujarat #rain #gujaratrain #flood @sanghaviharsh @CMOGuj @Bhupendrapbjp @DCF_Junagadh @directorsbz @BJP4Gujarat pic.twitter.com/EQR6O0SFAA
— joshi paras prem (news updated) (@joshiparasprem) July 22, 2023
જૂનાગઢ કલેકટર અનિલ રાણા વસિયા તેમજ કમિશનર રાજેશ તન્ના પોલીસ અધિક્ષક તેજા એ સ્થાનિક તંત્રએ કરેલી તાત્કાલીક અને સમયસરની કામગીરીની માહિતી આપી હતી. આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, જિલ્લા પ્રભારી સચિવ મનીષ ભારદ્વાજ તેમજ રાહત કમિશનર આલોક પાંડે જોડાયા હતા.
સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી અવિરત વરસાદના કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લો જળસંકટથી ઘેરાયો છે#gujarat #gujaratrain #junagadh #flood #varsad #જુનાગઢ pic.twitter.com/mAV9jeXeUI
— joshi paras prem (news updated) (@joshiparasprem) July 22, 2023
BIG NEWS / જૂનાગઢમાં વાદળ ફાટ્યું, 3 કલાકમાં 16 ઈંચ વરસાદ: પાણીનો ફોર્સ એવો કે રમકડાંની જેમ ફંગોળાઈ ગાડીઓ, SPએ ઘરમાં જ રહેવા કરી અપીલ pic.twitter.com/WHJGz4A92o
— joshi paras prem (news updated) (@joshiparasprem) July 22, 2023