ધોરણ 9 અને 12ની પરીક્ષામાં ફેરફાર, હવે 28 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરીના રોજ યોજાશે

ધોરણ 9 અને 12ના વિદ્યાર્થીઓ માટે ખૂબ અગત્યની વિગતો સામે આવી છે. ધોરણ 9 અને 12ની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ પરીક્ષા મોટી યોજવા માટે નિર્ણય લેવામા આવ્યો છે.


ધોરણ 9 અને 12ની પ્રિલિમનરી પરીક્ષા મોડી લેવાશે
ધોરણ 9 અને 12ની પ્રિલિમનરી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાને મોડી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરીના રોજ ધોરણ 9 થી 12 ની પ્રિલિમનરી પરીક્ષા યોજાવાની હતી. જે હવે 28 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરીના રોજ યોજાશે.


“પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમના કારણે કરાયો ફેરફાર
મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, અને વાલીઓ સાથે ચર્ચા કરવા માટે પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ રાખવામાં આવે છે. ત્યારે આગામી 27 જાન્યુઆરીના રોજ “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે આ કાર્યક્રમને લઇને પરીક્ષાની તારિખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમમાં અનેક વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે. જેને લઇને પરીક્ષા મોડી રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]