રોવર પ્રજ્ઞાન જે છેલ્લા એક અઠવાડિયાથી ચંદ્રની સપાટી પર ફરે છે, તેણે લેન્ડર વિક્રમનું સંપૂર્ણ દૃશ્ય ચિત્ર ક્લિક કર્યું છે જેણે તેને દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ આપ્યું હતું. ઈસરોએ થોડા સમય પહેલા ટ્વીટ કરીને આ તસવીરો જાહેર કરી છે. ઈસરોએ ટ્વીટ કરીને કહ્યું કે, રોવર પ્રજ્ઞાને આજે સવારે વિક્રમ લેન્ડરની તસવીર ક્લિક કરી છે. આ તસવીર પ્રજ્ઞાનમાં લગાવેલા રોવર કેમેરાથી ક્લિક કરવામાં આવી છે. આ પહેલા ઈસરોએ દાવો કર્યો હતો કે રોવરે દક્ષિણ ધ્રુવ પર ચંદ્રની સપાટીમાં ઓક્સિજન શોધી કાઢ્યો છે અને તે હાઈડ્રોજનની શોધ કરી રહ્યું છે. હાઇડ્રોજનની શોધ થતાં જ ચંદ્ર પર પાણીની હાજરી જાણી શકાશે, જો આ શક્ય બનશે તો આ દિશામાં ખૂબ જ ક્રાંતિકારી પગલું હશે.
Chandrayaan-3 Mission:
Smile, please📸!
Pragyan Rover clicked an image of Vikram Lander this morning.
The ‘image of the mission’ was taken by the Navigation Camera onboard the Rover (NavCam).
NavCams for the Chandrayaan-3 Mission are developed by the Laboratory for… pic.twitter.com/Oece2bi6zE
— ISRO (@isro) August 30, 2023
ઓક્સિજન સિવાય બીજું શું મળ્યું?
ISROએ કહ્યું, ‘વૈજ્ઞાનિક પ્રયોગો ચાલુ છે, રોવર પર લગાવેલા લેસર ઓપરેટેડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ (LBS)એ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીકની સપાટીમાં સલ્ફરની હાજરીની પુષ્ટિ કરી છે. બેંગલુરુમાં ISROના મુખ્યમથકે જણાવ્યું હતું કે, ‘અપેક્ષા મુજબ એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઇટેનિયમ, મેંગેનીઝ, સિલિકોન અને ઓક્સિજન પણ મળી આવ્યા છે. હાઇડ્રોજનની શોધ ચાલુ છે. LBS સાધન ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ સિસ્ટમ્સ, બેંગલુરુની લેબોરેટરીમાં વિકસાવવામાં આવ્યું છે. ઈસરોનું મહત્વાકાંક્ષી મિશન ‘ચંદ્રયાન-3’ 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું, જેની સાથે ભારતે ઈતિહાસ રચ્યો હતો. ભારત ચંદ્ર પર પહોંચનાર ચોથો દેશ બન્યો જ્યારે દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યો.